પૂર્વ સિક્કિમમાં બુધવારના રોજ આર્મીના જવાનોને લઈને ભરેલી એક ઊંડી ખીણમાં પડી જતા ત્રણ જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ન્યૂ જવાહરલાલ નહેરુ રોડ પર બની હતી.
આ તેમણે કહ્યું કે આ ન્યૂ જવાહરલાલ નહેરુ રોડ ગંગટોકને ભારત-ચીન સરહદ નજીક સોમગો તળાવ અને નાથુલા સાથે જોડે છે. સાથે પોલીસે જણાવતા કહ્યું છે કે, આ ટ્રક કુમાઉ રેજિમેન્ટના છ સૈનિકોને લઇને ગંગટોક તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે ટેરીન્ગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે 600ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી.
ડ્રાઇવર અને અન્ય બે જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે લશ્કર, બીઆરઓ, પોલીસ અને સ્થાનિક લોકોએ ખરાબ હવામાન વચ્ચે આજુ બાજુના વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી અને ત્રણ ઇજાગ્રસ્ત સૈનિકોને ગંગટોકની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી તેમને સારવાર માટે પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.