ગુજરાત રાજ્યમાં આવેલા ભરૂચ શહેરમાં આવેલા દહેજમાં ભૂગર્ભ ગટરની સાફાઈ સફાઈ માટે ઉતરેલા ચાર કામદારોમાંથી ત્રણ કામદારોના ગુંગળાઈ જવાથી કરુણ મોત નિપજય છે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ચારેય કામદારો ભૂગર્ભ ગટરની સાફાઈ સફાઈ કરવા માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઉતર્યા હતા ત્યાર બાદ ગુંગળાઈ જવાથી ચાર માંથી ત્રણના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચોથા કામદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભરૂચ શહેરમાં આવેલા દહેજમાં આજે ભૂગર્ભ ગટરની સાફાઈ સફાઈ કરવા માટે ચાર કામદારો ગટરમાં ઉતર્યા હતા. તેમાં ત્રણ કામદારોને ઝેરી ગેસની અસર થતા ગુંગળાઈ થયો હતો અને મોત નિપજ્યા છે. ત્યારે અન્ય એક કામદારને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે ઘટનાસ્થળે ખુબજ હોબાળો મચ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી, પોલીસના સ્ટાફે અને ફાયર બ્રિગેડએ હાલ વધુ તપાસ હાથ ધરી છે.
ગટરમાં ગૂંગળાઈ જતા ત્રણનાં મોત: ભરૂચ ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોનાં મોત#ભરૂચ #gujarat #news #watch #video #trishulnews pic.twitter.com/ECeYcC3ZrM
— Trishul News (@TrishulNews) April 4, 2023
રાજકોટમાં આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે 12 દિવસ પહેલા ભૂગર્ભ ગટરની સાફાઈ સફાઈ કરતી વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું કરુણ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. તેમાં તમે જોઈ શકો છો કે, પ્રથમ શ્રમિક મેહુલ ભૂગર્ભ ગટરમાં ઉતર્યો હતો, ત્યારે ગુંગળામણને કારણે બેભાન થઈ તે ગટરમાં જ પડી ગયો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટર અફઝલભાઈ તેને બચાવવા માટે ભૂગર્ભ ગટરમાં અંદર ઉતર્યા હતા. ત્યારે થોડીવાર બાદ બન્નેના ગટરમાં જ કરુણ મોત થતા અન્ય શ્રમિકોમાં ખુબજ દોડધામ મચી ગઈ હતી.
અત્રે ઉલેખનીય છે કે, આજથી ચાર દિવસ પહેલાં જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચાલીના ખાળકૂવાની સફાઈ માટે ગયેલા ચાલીના માલિક અને એક ભાડુઆતનું ખાળકૂવામાં પડી જતાં મોત નીપજ્યાં હતાં. ઉમરગામ શહેરમાં ગંગાનગર મંદિર ફળિયામાં આવેલી એક ચાલીનો ખારકૂવો ભરાઈ જતાં તેનું પાણી આજુબાજુમાં નીકળવા લાગ્યું હતું. તેની ફરિયાદ ચાલીના માલિકને કરવામાં આવી હતી.
ચાલીના માલિકે તરત જ ખાળકૂવો ચેક કરાવ્યું તો જોવા મળ્યું કે, અંદર મજુરો પટકાયા હતા. તેને બચાવવા જતા 2 ભાડુઆત ખાળકૂવામાં પડ્યા હતા. તાત્કાલિક બહાર ઊભેલા લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ખારકૂવામાં પડેલા ત્રણેય ઇસમોને બહાર કાઢી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે.ચાલી માલિક અને એક ભાડુઆતને ખારકૂવામાં થયેલી ગેસની અસરને લઈને મોત થયું હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.