ગોલમાલ: સુરતમાં કુતરાઓની વસ્તી 2754 છે, તોય SMC નાં હુંશિયાર અધિકારીઓએ 33760 કુતરાને કાગળ પર પકડ્યા

Surat SMC’s Dog scam exposed by RTI activist Sanjay Ezhava: પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 33,761 કુતરા પકડવામાં આવેલ હતા. જેમાં વર્ષ 2018-19 માં -9987, વર્ષ…

Surat SMC’s Dog scam exposed by RTI activist Sanjay Ezhava: પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 33,761 કુતરા પકડવામાં આવેલ હતા. જેમાં વર્ષ 2018-19 માં -9987, વર્ષ 2019-20 માં -7869, વર્ષ 2020-21 માં -1697, વર્ષ 2021-22 માં -3962, વર્ષ 2022-23 માં -10255 કૂતરાઓનો સમાવેશ થાય છે. જે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ RTI માં બહાર આવેલ હતું.

તારીખ 13 ઓક્ટોબરના રોજ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, સુરત દ્વારા સંજય ઇઝાવાને આપવામાં આવેલ એક માહિતીમાં કંઈક ચોંકાવવાનારી માહિતી બહાર આવી છે. 20મી લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ, સુરત મહાનગરપાલિકાના તમામ 101 વોર્ડ મળીને 2754 જેટલા કુતરાઓ છે. જે ઓક્ટોબર 2018 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. હવે આ બંને RTI ની માહિતીઓ ભેગી કરો એટલે ખબર પડે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કૂતરાને કેટલી વાર પકડવામાં આવ્યા છે?

ત્યારે અમુક એવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે, વર્ષ 2018-19 માં એક કૂતરાને 3 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે? વર્ષ 2019-20 માં એક કૂતરાને 3 વખત પકડવામાં આવ્યા હશે? કોરોના કાળ એટલે કે વર્ષ 2020-21 માં 2754 કુતરામાંથી ફક્ત 1697 કૂતરાને પકડવામાં આવ્યા છે. વર્ષ 2021-22 માં એક કૂતરાને 1 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે? વર્ષ 2022-23 માં એક કૂતરાને 4 જેટલી વખત પકડવામાં આવ્યા હશે?

SMCએ રજુ કરેલા આંકડાઓ મુજબ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં એક જ કૂતરાને 12 થી વધારે વખત પકડવામાં આવ્યા હશે? અહિયાં મજાની વાત એ છે કે, જો એક જ કૂતરાને 12 વખત પકડીને રસીકરણ/ખસીકરણ કરવામાં આવ્યા હોય તો એ કુતરા હવે માણસ જોડે એકદમ હળી મળીને રહેતા થઇ ગયું હોત, આતંક મચાવતા જ ના હોત, અને ડોગ બાઈટના કિસ્સા પણ ના બન્યા હોત. ચાલો હવે સુરત શહેરમાં કેટલા ડોગ બાઈટ થયા એ અંગે જાણીએ….

વર્ષ 2022-23 માં 22,503 જેટલા ડોગ બાઈટના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2023-24 માં 11,818 જેટલા ડોગ બાઈટના કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. એટલે છેલ્લા 2 વર્ષમાં શહેરના એક એક કુતરાએ 13-13 જેટલા લોકોને બચકું ભર્યા હોવાના કેસ સામે આવ્યા છે.

કુતરાના લાઈવસ્ટોક સેન્સેશના સરખામણીમાં સુરત શહેરના કૂતરાઓની સંખ્યા, અને પકડવામાં આવેલ કુતારોની સંખ્યા, અને ડોગ બાઈટની સંખ્યામાં કોઈ મેળ પડતો નથી. કુતરા પકડવા પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં 3.29 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, એટલે એક કુતરાને પકડવા પાછળ 11,931 રૂપિયાનો ખર્ચ થયો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018-2019 થી 2022-2023 સુધીમાં 3,28,60,204 રૂપિયા 33,761 જેટલા કુતરાઓને પકડવા ખર્ચ કરી નાખ્યા છે. જેમાંથી 30,300 કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યા છે. બંને RTI માં મળેલ આંકડા જોતા હાલમાં હયાત કુતરાઓ, કૂતરાઓને પકડવાની સંખ્યામાં, કરેલ ખર્ચમાં, ડોગ બાઈટ માં કોઈ પણ આંકડો મળતો નથી, હવે આ મૂદો તપાસનો વિષય છે કે કોને કેટલા કુતરા ભાગમાં આવ્યા છે. કારણ કે પકડવામાં આવેલ અને ડોગ બાઈટ કરવામાં આવેલ કૂતરાઓની સંખ્યા વધારે છે અને હાલ માં સુરત માં કુતરા મોટી સંખ્યામાં ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *