હાર્ટએટેકે લીધો જુવાનજોધ દીકરાનો ભોગ: સુરતમાં ગરબા રમતા-રમતા 26 વર્ષીય યુવકનું મોતથી પરિવારમાં છવાયો માતમ

Youth dies of heart attack in Surat: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

ચિંતા એ વાતની છે કે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 2 યુવાનોના મોત થયા છે. ત્યારે હાલમાં સુરતમાંથી(Youth dies of heart attack in Surat) પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

પાલનપુર ગામમાં આવેલ રાજહંસ એલપા સોસાયટીમાં 26 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી ગરબા રમ્યા બાદ ખુરશી પર બેઠો અને આંખના પલકારામાં જ હાર્ટએટેક આવતા ત્યાંજ ઢળી પડ્યો. રાજ સુરતમાં આવેલ એક કાર શોરૂમમાં સર્વિસ સ્ટેશનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. આગામી ડિસેમ્બર મહિનામાં રાજ મેકેનિકલ વિષય પર માસ્ટર કરવા લંડન જવાનો હતો.

અભ્યાસ અર્થે લંડન જાય તે પહેલા જ રાજ નવરાત્રીમાં ધામધૂમથી ગરબે રમવા ઇચ્છતો હતો. જેથી ગરબા ક્લાસમાં તે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. માતા પિતા પણ એકનો એક દીકરો હોવાથી રાજની દરેક ઈચ્છાઓ પૂરી કરતા હતા. પરંતુ ગઈકાલે સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં આવેલ ગરબા ક્લાસમાં ગરબા રમવા ગયો હતો. તે દરમિયાન ખુરશી પર બેસતાની સાથે જ ત્યાં જ ઢળી પડ્યો હતો.

ગરબા ક્લાસમાં એક રાઉન્ડ થાકી જતા રાજ ખુરશી ઉપર બેઠો હતો પરંતુ ત્યાં જ ઢળી પડતા, તને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ રાજને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. માતા પિતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ બાદ પીએમ રિપોર્ટમાં રાજના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *