મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો બારડોલી હાઇવે, પતરાં ચીરી બહાર કાઢ્યા ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહો 

Three students died in an accident on Bardoli highway: સુરત જિલ્લામાં વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. બારડોલી તાલુકાના ઈસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર માર્ગનો સાઈડ પર ઊતરી ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં 2 વિદ્યાર્થીનાં ગંભીર ઈજાઓને પોહાચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યુ હતું. આમ, કાર અકસ્માતમાં કુલ 3 વિદ્યાર્થીઓનાં કરુણ મોત નીપજ્યાં છે. તો અન્ય 5 વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્ખપિટલ માં લઈ જવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસનપોર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રસ્તાની નીચે ઊતરી ગઈ હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ ઘટનામાં ઇકો કારમાં સવાર 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે, અન્ય 5 વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક બારડોલી તાલુકામાં આવેલી સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

માલીબા કોલેજના વિદ્યાર્થીઓની કારનું અકસ્માત
મળતી માહિતી અનુસાર, ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ બારડોલી તાલુકામાં આવેલી માલીબા કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ માંડવી ઇકો કાર મારફત જઈ રહ્યા હતા. એ દરમિયાન તેમને આ અક્સ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ તેમજ બારડોલી રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.

મૃતક : પારસ શાહ

મૃતક વિદ્યાર્થીઓનાં નામ
પારસ શાહ (રહે નવાપરા માંડવી)
જય અમરચદ શાહ (રહે : કામરેજ)
કીર્તનકુમાર ભાવસાર (રહે મહુવા)

ઇજાગ્રસ્તનાં નામ
તનિસક પારેખ (રહે અડાજણ સુરત)
મનશ્વી મેરુલિયા (રહે. કતારગામ સુરત)
સુમિત માધવણી (રહે બારડોલી)
નિધિ પટેલ (રહે. નવસારી)
હેત્વી દિલીપ પટેલ (રહે. પી. એન. પાર્ક માંડવી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *