જયારે આખું ગુજરાત નિદ્રાધીન હતું ત્યારે ભરૂચમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક ફોનથી સુરતના ત્રણ પાટીદાર યુવાનો મદદે પહોંચ્યા

કોરોના સામે લડવા અનેક લોકો, સમાજ અને સંસ્થાઓ ઉભા થયા છે. હાલ કોરોના સામેનું સૌથી મોટું હથિયાર એ જ છે કે દરેક લોકો સાથે મળીને કોરોનાને હરાવીએ… સુરત શહેરમાં ચાલતી સેવા નામની સંસ્થા પ્રત્યે લોકોની લાગણી અને અપેક્ષાઓ દિવસેને દિવસે વધવા લાગી છે. હાલ ગુજરાતમાં એટલા લોકો કોરોના દર્દીઓની વહારે આવ્યા છે કે, ગુજરાત બહારથી પણ લોકોના મદદ માટે ફોન આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ (Bharuch) જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને (welfare hospital bharuch) ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

આજે વહેલી સવારે ભરૂચની હોસ્પિટલમાં જે ઘટના સર્જાઈ તેના કારણે ચારેબાજુ સન્નાટો છવાયો હતો. આજરોજ રાત્રે 1:30 કલાકે સૌરાષ્ટ્રનાં નામાંકિત નેતા દ્વારા સુરત શહેરનાં રહેવાસી અશોકભાઈ અધેવાડાને ફોન દ્વારા માહિતી અપાય કે ભરૂચ એક હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. સાથે સાથે આ ઘટનામાં ઘણા લોકોના કરુણ મોત પણ થયા છે અને બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે ફેરવવામાં આવ્યા છે. તે તમામ દર્દીઓ પાસે ઓક્સીજનની બોટલ છે પણ એના પર લગાવવામાં આવતા ઓકસો મીટર વાલ્વની વ્યવસ્થા નથી. એ માટે કોઈપણ સંજોગોમાં આ વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ કરાવો.

ત્યારે સેવા સંસ્થાનાં સંકલન સમિતિનાં વિપુલભાઈ બુહા સાથે વાતચીત કરી રાત્રે વાલ્વ ઉપલબ્ધતા માટે મહા મહેનત શરુ થઇ ગઈ હતી. ત્યારબાદ સરદારધામ યુવા તેજ કન્વીનર અભિનભાઈ કળથીયા દ્વારા વાલ્વની વ્યવસ્થા થઈ હતી. 60 નંગ જેવા ઓક્સોમીટર વાલ્વને લઈ મધરાતે 2:33 કલાકે આ ત્રણ વ્યક્તિઓ કોઈપણ વિચાર કર્યા વગર ભરૂચ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં પીડાતા દર્દીઓની મદદ માટે રવાના થયા હતા. સાથોસાથ  ફોન દ્વારા સંકલન કરી મધરસ્તે ઓક્સો મીટર વાલ્વ પહોંચાડી ભરૂચ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ફેરવેલ દર્દી તેમજ જંબુસર જેવા વિસ્તારમાં આ વાલ્વ પહોંચાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઘટના સ્થળે પહોચીને બનતી દરેક મદદ કરવા પણ હાથ લંબાવ્યો હતો. ભરૂચની આ ઘટના નરી આંખે જોયા પછી હૃદયકંપી ઉઠે એવા દ્રશ્યો નજર સમક્ષ કંડોળાયા હતા. જ્યારે આવડી મોટી આપત્તિનાં સમયે માનવી કશું જ વિચારી શકતો નથી ત્યારે સેવા સંસ્થાનાં સૈનીકોએ હિંમતભેર અને સૂઝબૂઝ થી કોઈપણ વિલંબ કર્યા વગર આ દુર્ઘટનામાં મદદરૂપ બન્યા હતા. સુરત શહેરનાં આ ત્રણ વ્યક્તિઓએ સમગ્ર સુરત શહેરનું નાગરિકતાપણા ને ગૌરવ અપાવી શકે એવું સાર્થક કાર્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *