કડવા ચોથના બે દિવસ પહેલાં જ પોતાના પતિનું ખૂન કરી તેની લાશને ઘરની બહાર ફેંકી દીધી. ત્યાર બાદ પત્ની આરામથી પોતાના રૂમમાં સુવા ચાલી ગઈ. સવારે જયારે મૃતકના સગા ભાઇએ લાશ જોઇ ત્યારે આ ઘટનાની ખબર પડી. આ ઘટના ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લા માં બની છે.
હરદોઇ જિલ્લાના મલાવા ગામમાં પતિ-પત્ની વચ્ચે ભરોસો અને વિશ્વાસ ના સંબંધમાં ઉણપ આવવાથી ખૂન કરવાનું હોવાનું માનવામાં આવે છે. એક મહિલાના બીજા સંબંધોમાં રોક ટોક કરનાર પતિને પહેલા ખાવામાં ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી પતિના માથા ને ઇટ દ્વારા ઇજા પહોંચાડી હત્યા કરી દીધી.
પતિની હત્યા કર્યા બાદ પત્નીએ સ્થળ ઉપરથી હત્યાના તમામ સબૂતો હટાવી દીધા અને લાશને ઘરની બહાર ફેંકી દીધી. હત્યાની સૂચના મળતાં જ્યારે પોલીસ પહોંચી તો પોલીસને તેની પત્ની પર શંકા ગઈ. પોલીસે જ્યારે મૃતકની પત્ની સાથે થોડી પૂછપરછ કરી તો પત્નીએ પોતાના પતિ ની હત્યા કરી હોવાનું કબૂલ્યું લીધું. પોલીસે તેની હત્યાના આરોપમાં ગિરફ્તાર કરી જેલભેગી કરી દીધી છે.
૩૪ વર્ષીય નુરિ ને પોતાના પતિ આશેક હુસેન ની હત્યાના આરોપમાં પકડી લીધી છે. પોલીસને સુલતાનપુર ગામમાં રહેનાર આશિક હુસેન ની હત્યા ની જાણકારી મૃતકના સગા ભાઈ આપી હતી.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતકના ઘરની તલાશી લીધી તો પોલીસને તેની પત્ની ઉપર શંકા ગઈ.ત્યારબાદ પોલીસે તેની સાથે કડકાઇથી પૂછપરછ કરી તો પત્ની સાચું બોલી ગઈ.આરોપીની પત્નીએ જણાવ્યું કે તેનો પતિ તેને કાયમ ટોપ કરતો હતો એટલા માટે તેની હત્યા કરી દીધી.હત્યા કરતા પહેલા ખાવામાં ઊંઘની ગોળીઓ મેળવી હતી અને જ્યારે તે સૂઈ ગયો ત્યારે એથી તેના માથાના ભાગે પ્રહાર કરી તેની હત્યા કરી અને લાશને બહાર ફેંકી દીધી.
એટલું જ નહીં જે ખાટલા ઉપર હત્યા કરવામાં આવી હતી તેને પણ આરોપી પત્નીએ સંતાડી દીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી રીત વડે તેની હત્યા કરવામાં આવી હતી તે ઈટ પણ કબજે કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.