ગુજરાત(Gujarat): રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP)નું 800 કરતાથી વધુ કાર્યકરોનું વિશાળ માળખું રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈ કાલના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં અમે શિક્ષણ સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવ્યાં છે. આવનારા દિવસોમાં અન્ય મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવશે. જો દિલ્લી અને પંજાબમાં ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં. દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં મળે છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી વીજળી મુદ્દે લડશે.
24 જૂન સુધી મહાજનસંપર્ક સાધવામાં આવશે:
ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આગામી 15 જુને વીજળી ફ્રી મળવી જોઈએ તેના માટે જિલ્લાના મુખ્યમથકો પર આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ મીડિયા બ્રિફિગ કરવામાં આવશે. તારીખ 16 જૂનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક હાથ ધરવામાં આવશે. જેમાં પદયાત્રા, રેલી કરીને વીજળીનો મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે. 24 કલાક રાજ્યના લોકોને ફ્રી વીજળી મળવી જોઈએ. ભાજપ દ્વારા આ આંદોલનમાં જે જુલમ કરવામાં આવશે તે અમે સહન કરવા તૈયાર છીએ અને લોકોને પણ આહવાન છે કે તમે પણ અમારી સાથે આ વીજળીના મુદ્દાને લઈને જોડાઓ.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી સસ્તી કરો આંદોલન કરશે શરૂ:
ઉલ્લેખનીય છે કે, હવે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરવામાં આવશે. અમે લોકો સુધી, ઘર-ઘર સુધી પહોંચીને વીજળીની સમસ્યા અંગેના પ્રશ્નો પુછીશું અને તેના માટે ફોર્મ ભરવામાં આવશે. ગુજરાતની જનતાને વીજળીનો અધિકાર અપાવવા અમારા દ્વારા આંદોલન કરવામાં આવશે.
વીજળી કંપનીઓ અને ભ્રષ્ટ ભાજપના મિલિભગતથી જનતાને મોંઘી વીજળી આપવામાં આવી રહી છે તેની સામે આંદોલન કરવામાં આવશે. વધુમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે તમામને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે પાર્ટી સરકાર બનાવી શકશે. બીજી યાદીમાં પણ બીજા લોકોનો સમાવેશ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.