ગુજરાત: દિવાળી (Diwali) નો તહેવાર (Festival) આવવાના હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય (State) ના અનેકવિધ વિસ્તાર (Area) માં નોકરી-ધંધો તથા મજૂરી કરવા ગયેલ લોકો વતન તરફ જવાનું આયોજન કરી રહ્યા છે. રાજ્યની ટ્રાન્સપોર્ટેશનની ધોરી નસ ગણાતી ગુજરાત વાહન વ્યવહાર નિગમ એટલે કે, GSRTC ને દિવાળીના તહેવાર ફળતા દેખાઈ રહ્યા છે.
છેલ્લા ફક્ત એક જ અઠવાડિયામાં જ 3,22,116 લોકોએ ટિકિટ બુક કરી કરાવી લીધી છે. જ્યારે હજુ એક સપ્તાહ બાકી છે ત્યારે હજુ પણ વધુ બુકિંગ થશે. ઓનલાઈન તથા ઓફલાઈન બુકિંગ કરાવવામાં દાહોદ તેમજ પંચમહાલ જિલ્લાના મુસાફરો આગળ છે કે, જે 60% જેટલા છે.
દિવાળી પાસે આવતા 40,000થી વધુ ટિકિટ બુકિંગ:
તહેવારોના સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગમાં વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોમાં ટ્રાફિકથી બચવા માટે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. હાલના સમયમાં દૈનિક 50,000 ટિકિટનો એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે.
છેલ્લા થોડા વર્ષોથી ST નિગમની બસમાં બુકિંગ ઓનલાઈન બુકિંગ ચલણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ST બસમાં તહેવારનો સમય, એમાં પણ દિવાળીના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે કે, જેને લઇ પ્રવાસીઓ પહેલેથી જ ઓનલાઇન અથવા તો એડવાન્સ ટિકિટ બુક કરાવવાનું પસંદ કરતા હોય છે.
છેલ્લા 3-4 વર્ષથી ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ:
ગુજરાત વાહન વ્યવહાર નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ કહ્યું હતું કે, પાછલા 3-4 વર્ષથી ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ વધ્યો છે. દિવાળીના દિવસ સુધી દૈનિક એડવાન્સને ઓનલાઇન બુકિંગનો આંકડો 60,000 થી વધારે પહોંચે ઈવી શક્યતા જણાઈ રહી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાત બાજુ 40% લોકો મુસાફરી કરે છે:
અતિ રસપ્રદ વાત તો એ છે કે, દિવાળીના તહેવારમાં એક્સ્ટ્રા બસોના સંચાલન દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ દાહોદ તેમજ પંચમહાલ બાજુના જોવા મળે છે. તહેવારો વખતે નિગમના કુલ સંચાલન દરમિયાન 60% પ્રવાસીઓ રાજ્યમાંથી દાહોદ-પંચમહાલ બાજુ પ્રવાસ કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.