શાસ્ત્રો પ્રમાણે રક્ષાબંધનના દિવસે ભાઈની સુખ-સમૃદ્ધિ માટે બંધો આ રાખડી. જાણો અહીં

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અપાર પ્રેમનો તહેવાર. આ પરમ પવિત્ર દિવસે બહેન ભાઈને જમણા હાથે રાખડી બાંધીને તેની સફળતા,સુખ-સમૃદ્ધિ અને લાંબી ઉંમરની પ્રાથના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપીને આજીવન તેની રક્ષા કરવાનું વચન આપે છે.

આ વર્ષે જો બહેનો પોતાના ભાઈની રાશિના લકી કલરની રાખડી બાંધશે તો તેને ખૂબ સફળતા પ્રાપ્ત થશે. રક્ષાબંધનના દિવસે બહેનોએ પોતાના ભાઈઓને તેમની રાશિના લકી કલરની રાખડી કે દોરો બાંધવો જોઈએ. તો તમે પણ જાણી લો તમારા ભાઈની રાશિ માટે લકી કલર કયો છે.

મેશ રાશિ-

આ રાશિ માટે લાલ અને પીળો કલર શુભ રહેશે. બહેનોએ પોતાના ભાઈને લાલ અથવા પીળો દોરો બાંધવો જોઈએ જેથી તેમને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ-

આ રાશિનો લકી કલર સફેદ તેમજ ભૂરો છે. ભાઈઓને આ કલરનીજ રાખડી બાંધો. તેથી તેમને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ-

આ રાશિ માટે લીલો અને સફેદ રંગ લાભદાયી હોય છે. તેમના માટે લીલા રંગની રાખડી સફળતા મેળવવામાં મદદ કરશે.

કર્ક રાશિ-

આ રાશિ માટે પીળો, લીલો અને સફેદ રંગ લકી કલર છે. આ કલરની રાખડી બાંધવાથી ભાઈઓને જીવનમાં સુખ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ-

આ રાશિનો શુભ રંગ ગુલાબી, લીલો અને પીળો છે. આ રંગ તેમના આકરા સ્વભાવને કાબુમાં રાખે છે. માટે આ રાશિવાળાઓને આ રંગોમાંથી કોઈ એક રંગની રાખડી બાંધવી જોઈએ.

કન્યા રાશિ-

આ રાશિ માટે સૌથી સારા રંગો સફેદ, લીલો અને ભૂરો છે. માટે તેમને આ રંગોની રાખડી બાંધવી સારી રહેશે. લીલા રંગની રાખડી ગ્રહ દોશ દૂર કરશે.

તુલા રાશિ–

આ રાશિ માટે સફેદ, લીલો અને ભૂરો રંગ લાભદાયી રહેશે. આ રાશિના લોકો માટે સફેદ અને ભૂરા રંગની રાખડી સારી રહેશે.

વૃશ્ચિક રાશિ-

લાલ, પીળો, લીલો, ભૂરો તેમજ મરૂન કલર આ રાશિના લોકો માટે પ્રભાવશાળી રંગ છે. આ રંગોમાંથી કોઈ પણ એક રાખડી પોતાના ભાઈને બાંધવાથી સારું રહેશે.

ધન રાશિ-

આ રાશિ માટે લીલો, લાલ અને પીળો રંગ લકી કલર્સ છે. આ રક્ષાબંધન પર પોતાના ભાઈને આ કલરની રાખડી બાંધવી.

મકર રાશિ–

આ રાશિના લોકોને સફેદ, લાલ કે વાદળી રંગની રાખડી બાંધવાથી તેમને સકારાત્મક ઉર્જા મળશે.

કુંભ રાશિ–

આ રાશિ માટે સફેદ, લાલ અને ભૂરો રંગ શુભ હોય છે માટે આ કલરની રાખડી કે દોરો બાંધવો.

મીન રાશિ-

પીળો, સફેદ અને લીલો મીન રાશિના લોકોના વ્યક્તિવને નીખારશે. તેમની બહેનો આ રંગનો દોરો બાંધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *