જંગલમાં સિંહ, ચિત્તા, વાઘ જેવા ભયાનક પ્રાણીઓ તેમની ભૂખ સંતોષવા નાના કે નબળા પ્રાણીઓ પર હુમલો કરે છે. ભારતમાં ઘણા મોટા નેશનલ પાર્ક(National Park) છે, જ્યાં જંગલ સફારી કરવામાં આવે છે. આટલા મોટા પાર્કમાં ઘણા જંગલી પ્રાણીઓ પણ છે, જ્યાં આપણે તેમને જીવંત પણ જોઈ શકીએ છીએ. સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાઈરલ(Viral video) થઈ રહ્યો છે, જેમાં જંગલ સફારી કરી રહેલા લોકોની સામે વાઘે લાઈવ શિકાર(Live hunting) કર્યો. સફારી લેનારા લોકોમાંથી એકે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. જીવંત શિકાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
View this post on Instagram
નેશનલ પાર્કમાં સફારી દરમિયાન લાઈવ હુમલો જોવા મળ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કેટલાક લોકો રણથંભોર નેશનલ પાર્કમાં જંગલ સફારી કરવા માટે જીપની અંદર પહોંચ્યા ત્યારે તેઓએ એક એવી ઘટના જોઈ જે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. સફારી દરમિયાન લોકો બે-ત્રણ જીપમાં ઉભા રહીને નજીકમાં હાજર પ્રાણીઓને જોઈ રહ્યા હતા, પરંતુ ત્યારે એક કૂતરો દોડતો આવ્યો અને જીપની પાછળ સંતાઈ ગયો.
જો કે, વાઘની નજર તે કૂતરા પર જ રહી. કૂતરો ત્યાંથી બચવા આગળ વધ્યો કે તરત જ વાઘે આવીને તેને પાછળથી પકડી લીધો. ભૂખ્યા વાઘે ઘૂસીને કૂતરાને પોતાનો શિકાર બનાવી લીધો. સૌથી નવાઈની વાત એ હતી કે જંગલ સફારીમાં આવેલા લોકોની સામે લાઈવ શિકાર થઈ રહ્યો હતો, જેને બધાએ જોયો.
આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતા રહે છે. જેમાં ભયાનક પ્રાણીઓ પોતાની ભૂખ મીટાવવા માટે નાના પ્રાણીઓનો શિકાર કરી લે છે. હાલમા આ વિડીયો સોશિયલ મીડ્યામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.