બોલીવુડ ફિલ્મજગતમાં ટાઇગર શ્રોફ ખુબ લોકપ્રિય તેમજ પ્રખ્યાત અભિનેતા છે કે, જેણે પોતાની મહેનતના આધારે બોલીવુડમાં અલગ જગ્યા બનાવી છે. ટાઇગરને તેના લુક માટે સોશિયલ મીડિયા પર ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે, આ બધાથી પોતાને અલગ રાખીને, જેકી શ્રોફના પ્રિય પુત્ર ટાઇગરે ફક્ત તેની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જેને પરિણામે, હાલમાં ટાઇગર ફક્ત એક ખુબ સારા અભિનેતા તરીકે ઉભરી આવ્યો છે. આથી જ હાલમાં યુવાનો તથા બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રારંભિક તબક્કામાં, દેખાવ અંગે ટ્રોલ થવાની વાતને લઇ ટાઈગરે એક ટોક શો વખતે પોતાની પીડા વ્યક્ત કરવામાં આવી હતી.
તેણે જણાવ્યું હતું કે, લોકો તેના દેખાવ માટે શરૂઆતમાં ખૂબ ટ્રોલ કરતા હતા. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતી વખતે ઘણીવાર લોકોએ તેમને પૂછ્યું હતું કે, શું તે ફિલ્મનો હીરો છે કે નાયિકા.તુ દાદાનો પુત્ર નથી લાગતો. હાલમાં, ટાઇગર અરબાઝ ખાનના ટોક શોમાં પહોંચ્યો ત્યારે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જે પીડામાંથી પસાર થયો હતો તે વિગતવાર જણાવી.
આની સાથે જ જ્યારે એક પ્રશંસકે પૂછ્યું કે, શું તે કુંવારો છે, તો તેણે તેનો એક રમુજી જવાબ આપ્યો હતો કે, હા હું વર્જીન છુ ઈ પણ સલમાન ખાનની જેમ જ. તેની આ વાત સોશિયલ મીડિયા પર ખુબ જામી હતી. દાઢીને લઇ એક પ્રશ્નનાં ઉત્તરમાં જણાવ્યું હતું કે, તારી પાસે બધુ છે પણ દાઢી કેમ નથી. આનાં પર ટાઇગરે ઇશારો કર્યો કે આ શું છે દેખાતુ નથી લાગતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.