થોડા જ દિવસમાં લીધો TIME મેગેઝીને યુ-ટર્ન, જાણો આ વખતે મોદી વિશે શું લખ્યું ?

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 10 મેના રોજ દુનિયાની બહુપ્રતિષ્ઠિત મેગેઝિન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિવાઇડર-ઇન-ચીફ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઇમના આ કવરથી દુનિયાભરમાં ચર્ચા થઇ હતી. પરંતુ ચૂંટણી રિઝલ્ટના 6 દિવસ બાદ જ TIME મેગેઝિને યુ-ટર્ન લઇ લેતા PM નરેન્દ્ર મોદીના વખાણ કરતો એક આર્ટિકલ પબ્લીશ કર્યો છે, જેમાં TIME મેગેઝિને નરેન્દ્ર મોદીને દેશને જોડનારા કહ્યા છે.

TIME મેગેઝિને મંગળવારના રોજ પોતાના એક આર્ટિકલમાં લખ્યું હતું કે, જે દશકોથી કોઇ પ્રધાનમંત્રી નથી કરી શક્યા, તે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું.

 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ TIME મેગેઝિને એક આર્ટિકલ છાપ્યો હતો, જેનું ટાઇટલ હતું india’s divider in chief. આ આર્ટિકલ પછી નરેન્દ્ર મોદીના સમર્થકોએ TIME મેગેઝિનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, પરંતુ હાલમાં TIME મેગેઝિને એક ઓપિનિયન આર્ટિકલ છાપ્યો છે, જેનું ટાઇટલ છે ‘Modi has united India like no Prime Minister in decades’. એટલે કે જે કોઇ અન્ય પ્રધાનમંત્રી દશકોમાં જે કામ નથી કરી શક્યા, તેવી રીતે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધો છે, મેગેઝિનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યો છે, જેમણે 2014મા Narendra Modi For PM કેમ્પેઇન ચલાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *