આજકાલ અનેક દુર્ઘટનાઓ અને આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. અને ખાસ કરીને વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા વ્યક્તિઓની આત્મહત્યાના બનાવો વધારે સામે આવી રહ્યા છે. ત્યારે એક આવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા હિતેષ પંચાલ અને પત્ની એકતાએ 24 ડીસેમ્બરના રોજ વ્યાજખોરોથી કંટાળીને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુકાવ્યું હતું.
હિતેષ પંચાલ કે જેની ઉંમર 33 વર્ષ અને તેમની પત્ની કે જેની ઉંમર 24 વર્ષ હતી. બંનેએ 24 ડીસેમ્બરે કેનાલમાં કુદીને આત્મહત્યા કરી હતી. વાત કઈક એવી હતી કે, હિતેશને ધંધામાં ખોટ જતા તેણે 4 લાખ રૂપિયા, 2 વર્ષ પહેલા સીન્ધુભવન રોડ પર આવેલી જગદીશભાઈની ઓફીસથી 12 ટકા લેખે વ્યાજના 50,000 કાપીને લીધા હતા.
મળતી માહિતી અનુસાર,વ્યાજની કુલ રકમ માંથી હિતેષે દોઢ લાખ રૂપિયા પરત કરી દીધા હતા. તે રોજનું 4,000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. તેમ છતાં વ્યાજખોર વાંરવાર પૈસાની માંગણી કરતો રહ્યો. ત્યારે હિતેષ અને તેની પત્નીએ વ્યાજખોરોથી કંટાળીને જીવનમાં આવેલી આવી મુશ્કેલીથી હાર માનીને આત્મહત્યાનું પગલું ભરી પોતાના જીવનનો અંત લાવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, હિતેષ મેડીકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેની પત્ની એકતા ઘરકામ કરતી હતી. જ્યારે આત્મહત્યા કરી તે પહેલા હિતેષે તેના મોટાભાઈ અલ્પેશને મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, અમે બંને અમારી મરજીથી આત્મહત્યા કરીએ છીએ. અને આત્મહત્યા કર્યાબાદ કોઈ અમારા પરિવારને હેરાન કરે નહી તેનું ધ્યાન રાખજો. વધુમાં તેઓ જણાવે છે કે, અમે વ્યાજ ભરીને થાકી ગયા છીએ. મુદ્દલ કરતા અમે વ્યાજની રકમ વધારે ચૂકવી દીધી છે. આ બાબતે પરિવારને કોઈ જ જાણ નથી. વ્યાજખોરો બીજા જોડે આવું ન કરે એ માટે મને ન્યાય અપાવજો. અને અમારી જેમ આ વ્યાજખોરો બીજાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો.
હિતેશના આવા વ્યાજખોરીના મેસેજના આધારે સોલા પોલીસે જગદીશ દેસાઈ સહીત જલા દેસાઈ અને જીતેન્દ્ર વાઘેલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 33 વર્ષીય હિતેષે આ મેસેજ સાથે લોકેશન પણ મોકલ્યું હતું. હિતેષના પિતા રમેશભાઈ ને તેના મોટાભાઈ અલ્પેશે આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેના પિતાએ ઘરે આવીને હિતેષ અને તેની પત્ની ક્યા હોવાનું પૂછ્યું. ત્યારે જાણવા મળ્યું કે, હિતેષ અને એકતા સાંજના પાંચ વાગ્યા આસપાસ એકતાના પિયર જવા નીકળ્યા હતા.
29 ડીસેમ્બરના રોજ બપોરે સુરેન્દ્રનગરના લીલાપુર ગામની આસપાસના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી એકતાનો મૃતદેહ મળ્યો અને આત્મહત્યાના બે દિવસ પછી એટલે કે, 26 ડીસેમ્બરના રોજ હિતેષનો મૃતદેહ નાની કુમાદ કેનાલમાંથી મળી આવ્યો હતો. તેઓ એકતાના પિતા જે સરખેજ રહે છે તે બીમાર છે, તેમના હાલચાલ પૂછવા જઈએ છીએ તેવું કહીને નીકળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.