સાસરિયાના અસહ્ય ત્રાસથી પરણિતાએ ભર્યું એવું પગલું કે, લોહીના આંસુએ રડ્યો પરિવાર- સાસરિયાએ દીકરીને મરતા જોઈ પણ…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. ત્યારે હાલ વધુ એક માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં મથુરા (Mathura)ના થાણા હાઇવે(Thana Highway) વિસ્તારમાં આવેલા બુદ્ધ વિહાર કોલોની (Buddha Vihar Colony)માં રહેતા પરિવારની મહિલાએ સાસરીયાઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

મળતી માહિતી અનુસાર, ગીતાબેન નામની મહિલા મથુરાના પ્રેમનગર ગામમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી.  તેના લગ્ન બુદ્ધ વિહાર કોલોનીમાં રહેતા રાજ કપૂર નામના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ ગીતાબેન રાજ સાથે પોતાના સાસરીયે રહેવા લાગી હતી. ત્યારે લગ્ન પછી ગીતાને ખૂબ જ સારી રીતે સાચવવામાં આવી, પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ ગીતાને તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

જાણવા મળ્યું છે કે, ઘણીવાર ગીતાને તેના પિયરમાંથી કાર લઇ આવવાનું કહીને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ ગીતા પાસેથી દહેજ તરીકે કારની માંગણી કરતા હતા. આ સિવાય તેના પિયરિયાને લઈને વધારે મેણાટોણા મારતા હતા. જેને લઈને ગીતા ખુબ જ ત્રાસી ગઈ હતી. તેથી તેણે તેના પરિવારના લોકોને આ વાતની જાણ કરી પરંતુ પરિવારના લોકો સમજાવીને ગીતાને સાસરીયે રહેવાનું કહેતા હતા.

તેમ છતાં પણ અવાર નવાર ઝઘડાઓ ચાલુ જ રહેતા હતા. ત્યારે ઘણા સમય પછી એક દિવસ સાંજના સમયે ઘરમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ગીતા ખૂબ જ કંટાળી ગઈ અને તેણે પોતાના મગજ પર કાબુ રાખી શકી નહીં, તે પોતાના રૂમમાં જતી રહી અને પોતાના રૂમમાં જઈને તેણે લટકીને આપઘાત કરવાની તૈયારી કરી રહી હતી.

આ સમગ્ર ઘટના તેના સાસરિયાના લોકો અને તેનો પતિ જોઈ રહ્યા હતા. તેમ છતાં પણ તેઓએ ગીતાએ અટકાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ગીતા એક મિનિટમાં જ લટકીને આપઘાત કરી લીધો અને પોતાનો જીવ ગુમાવી લીધો ત્યારે જ સાસરિયાઓ અને તેમના પતિએ 12 મિનિટ 14 સેકંડનો બારીમાંથી ગીતાએ આપઘાત કર્યાનો વિડીયો બનાવ્યો હતો પરંતુ ગીતાને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. ત્યારે ગીતાબેનના પિયરવાળા દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *