તિરૂપતિ બાલાજીના ‘ખજાનાનો ખુલાસો’: 90 વર્ષ પછી અપાર સંપતિનો આંકડો આવ્યો બહાર

તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે.

અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણની પ્રતિમા છે. અહી ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર બાલાજીને શ્રીનિવાસ અને ગોવિંદાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારતના સૌથી અમીર મંદિરો માંથી એક છે. તિરુપતિ મંદિરની સંપત્તિ સામે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ પણ પાછળ રહી ગઈ છે.

90 વર્ષ પછી પ્રથમ વખત તિરુપતિ બાલાજી મંદિરની કુલ સંપત્તિ જાહેર થઈ
મંદિરની મેનેજિંગ કમિટી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તેની સ્થાપના 1933 એટલે કે 90 વર્ષ પછી પ્રથમ વખત મંદિરની કુલ સંપત્તિ જાહેર કરી છે. જે મુજબ મંદિર પાસે કુલ 2.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં બેંકોમાં જમા કરાયેલું 10.25 ટન સોનું, 2.5 ટન સોનાના ઘરેણા, 16,000 કરોડ રૂપિયા અને અનેક ભાગોમાં આવેલી સંપત્તિનો સમાવેશ થાય છે.

આ પહેલાં વર્ષ 2019માં મંદિર ટ્રસ્ટ પાસે બેંકોમાં 7.4 ટન સોનું જમા કરવામાં આવ્યું હતું, આ સિવાય 13 હજાર 25 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં હતા. છેલ્લા 3 વર્ષમાં, બેંકોમાં જમા કરાયેલા સોનામાં 2.9 ટન અને રોકડમાં 2 હજાર 900 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સંપત્તિના મામલામાં તિરુપતિ મંદિર દેશની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં આગળ છે.

સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર મંદિરની નેટવર્થ દેશની ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતા ઘણી વધારે છે. આ કંપનીઓમાં વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જ્યારે વિપ્રોનું બજાર મૂલ્ય રૂ. 2.14 લાખ કરોડ છે, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું મૂલ્ય રૂ. 1.99 લાખ કરોડ છે. આ સિવાય દુનિયામાં એવા ઘણા દેશો છે જેમની જીડીપી તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટની કુલ સંપત્તિથી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *