શું તમને વિશ્વનું સૌથી પ્રસિદ્ધ અને વૈભવી જાહજ ટાઇટેનિક યાદ છે? વિશ્વભરમાંથી કોઈપણ વ્યક્તિ આ વિશાળ જહાજને કઈ રીતે ભૂલી શકે કે જેના ડૂબવાથી 1500 લોકો નું દુઃખદ મૃત્યુ થયું. તમે વિચારતા હશો કે આજે આપણે શા માટે ટાઇટેનિકને યાદ કરી રહ્યા છીએ? આજે ટાઈટેનિક ની 107મી વર્ષગાંઠ છે. 15 એપ્રિલ એટલે કે આજના દિવસે જ વિશ્વનું સૌથી ભયાનક દરિયાઈ ઘટના ઘટી હતી.
ટાઈટેનિક ની lifeboat ને વધુ સારી રીતે ઉપયોગમાં લીધી હોત તો જહાજ પરના બધાજ વ્યક્તિઓને બચાવી શકાયા હોત. આજે આપણે ટાઇટેનિકના એવા જ કેટલાક તથ્યો જાણવા જઈ રહ્યા છીએ.
ટાઇટેનિક અને હર્શી જોડાયેલા હતા :-
મિલ્ટન હર્શી કે જે હર્શી ચોકલેટના શોધક હતા તેઓ પણ તે જહાજ પર પોતાની પત્ની સાથે હાજર રહેવાના હતા. પરંતુ તેઓ છેલ્લી ઘડીએ કરી શક્યા નહીં.
ટાઇટેનિકનો લોન્ચ 1,00,000 લોકોએ જોયો :-
એવું માનવામાં આવે છે કે ટાઇટેનિક ને તે સમુદ્રમાં ઉતરતા 1,00,000 લોકો દ્વારા જોવામાં આવ્યું હતું. ટાઇટેનિક તે સમયનું સૌથી મોટું જહાજ હતું. ટાઇટેનિક 882 ફૂટ 9 ઇંચ જેટલું ઊંચું હતું. ટાઇટેનિક તે સમયનું સૌથી મોટું વહાણ મનાતું હતું.
ટાઇટેનિકને બનાવવામાં 7 મિલિયન ડોલર ખર્ચ થયા :-
૧૮મી સદીમાં ટાઇટેનિક જેવા જંગી જહાજના બનાવવા પાછળ અંદાજે 7 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.
ટાઇટેનિકમાં લંચ માટેનું મેનુ $88,000 માં વેચાયું :-
તમે જાણે ને અચરજ પામી જશો કે 2015માં ટાઇટેનિકનું લંચ માટે નું મેનુ ઓનલાઇન હરાજીમાં 88 હજાર ડોલરમાં વેચાઈ ગયું.
61% બચેલા લોકો ફર્સ્ટ ક્લાસના મહેમાનો હતા :-
2223 જેટલા મુસાફરોમાંથી 705 મુસાફરો જ જીવતા બચ્યા. 61 ટકા જેટલા બચેલા મુસાફરો ફર્સ્ટ ક્લાસના મહેમાનો હતા.
14,000 ગેલન જેટલું પાણી વપરાતું :-
સાંભળીને નવાઈ લાગશે કે ટાઇટેનિક માં 14000 ગેલન જેટલું પાણી એક દિવસમાં વપરાતું. એક ગેલન પાણી થી 16 કપ ભરી શકાય. એટલે કે 2223 મહેમાનોને 2,24,000 કપ પાણી જોઈતું હતું.
7 દસકા પછી અવશેષો મળ્યા :-
ટાઇટેનિક ના અવશેષો શોધવામાં ડૂબવાની ઘટનાથી સાત વર્ષ જેટલો સમયગાળો લાગ્યો.
જહાજ ડૂબતું હતું ત્યારે સંગીતકારોએ સંગીત વગાડવાનું શરૂ રાખ્યું હતું :-
જ્યારે જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે સંગીતકારો દ્વારા “નિયરર માય ગોડ” નામનું સંગીત વગાડવામાં આવી રહ્યું હતું એવું મનાઈ રહ્યું છે. આ ગીત ટાઈટેનિક મુવી માં પણ છે.
ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે વૈભવી સુવિધાઓ હતી :-
ફક્ત ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે જ અમુક વૈભવી સુવિધાઓ હતી જેવી કે ટેનિસ રમવું, પુસ્તકાલય જઈને બુક વાંચવી, પેરિસ ની કોફી પીવી વગેરે. આ રીતની સુવિધાઓ ફક્ત ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટે જ ખુલ્લી રાખવામાં આવી હતી.
-PARTH PATEL