પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં બીજેપીના સૂપડા સાફ તમામ સીટો પર TMCનો કબજો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં TMC એ ત્રણેય સીટો જીતી લીધી છે. ભાજપ અહીંયા એક પણ સીટ જીતી શક્યું નથી તે ખાલી હાથે રહી ગયું. કલીયાગંજ સીટ ઉપર TMC ઉમેદવારે જીત મેળવી છે,તેમજ ખડગપુર સીટ પર પણ TMC એ જ બાજી મારી છે, વળી કરીમપુર સીટ ઉપર પણ TMC એ જ જીત મેળવી છે. પ્રદીપ સરકાર 20811 મતોથી જીતી ગયા છે. પેટાચૂંટણી માટે મતદાન ૨૫ નવેમ્બરે થયું હતું.

જીત્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે-આ લોકોની જીત છે, આ વિકાસની જીત છે. જનતાએ બીજેપી ને નકારી દીધી છે.

પશ્ચિમ બંગાળની ખડગપુર, કરિમપુર અને કાલીયાગંજ સીટ માટે મતદાન થયું હતું. ત્રણેય સીટો ઉપર તૃણમૂલ કોંગ્રેસ, બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહી હતી, પરંતુ અંતે TMC એ બાજી મારી.

વામ મોરચો અને કોંગ્રેસ આ ચૂંટણી ગઠબંધનથી લડ્યા હતા. આ રીતે ખડગપુર અને કાલિયાગંજમાં કોંગ્રેસ અને કરીમપુર માં વામ મોરચા ની પ્રમુખ પાર્ટી માકપા એ ઉમેદવાર ઉતાર્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય પ્રમથનાથ રોયના મૃત્યુને કારણે કાલીયાગંજ સીટ પર પેટાચૂંટણી કરાવવી પડી હતી. તેમજ ખડગપુર ના બીજેપી ધારાસભ્ય દિલીપ ઘોષની લોકસભા માટે મેદિનીપુર સીટથી ચૂંટાયા હોવાથી આ ચૂંટણી કરાવવી પડી હતી.

તે જ રીતે નાદિયા જિલ્લામાં કરીમપુર વિધાનસભા ક્ષેત્રમાં TMC ધારાસભ્ય મહુઆ મોઇત્રાની કૃષ્ણનગર લોકસભા ચૂંટણી જીતવા ના કારણે અહીંયા પેટાચૂંટણી કરાવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *