પ્રેમ પ્રકરણનું આટલું ભયંકર પરિણામ? આ યુવતી સાથે એવી ઘટના સર્જાઈ કે, જાણી આંખો પહોળી થઇ જશે

હરિયાણા: 4 વર્ષ સાથે જીવવા અને મરી જવાની કસમ લીધી હતી, પણ આ પ્રેમ કહાનીનો અંત(The end of a love story) આવી રીતે થશે, તે કદાચ ગર્લફ્રેન્ડ(Girlfriend)એ વિચાર્યું ન હતું. આ બનાવ હરિયાણા(Haryana)ના રોહતક જિલ્લા(Rohtak district)ના મહિલા થાણા(Women’s station)માં પ્રકાશમાં આવ્યો હતો. જેમ કે ઘણીવાર ફિલ્મોમાં જોવા મળે છે કે, ગર્લફ્રેન્ડ સાથે છેતરપિંડી(Fraud) કર્યા પછી પ્રેમી છોડીને વિદેશ(Abroad) જતો રહે છે. આવી જ એક ઘટના વાસ્તવિક જીવનમાં પણ બની હતી.

એક યુવતી આ મામલે સલાહ લેવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પોલીસ સમક્ષ આજીજી કરી હતી કે, તે તેના પ્રેમી વગર રહી શકતી નથી. તે તેની સાથે જ લગ્ન કરવા માંગે છે. યુવતીએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, કાં તો તેના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દો, નહીંતર તે તેના પ્રેમી સુધી કેવી રીતે પહોંચી શકે તે માર્ગ જણાવો. જરૂર પડે તો તે પ્રેમીને મેળવવા માટે કાયદાનો આશરો પણ લેશે.

મહિલા સ્ટેશન ડીએસપી સુશીલાએ જણાવ્યું છે કે, યુવતી પોલીસ સ્ટેશન આવી હતી. તેણીએ કહ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ તેને છોડીને બેલારુસ ગયો છે. પરંતુ તે તેની સાથે લગ્ન કરવા માંગે છે અને તેને દરેક રીતે મેળવવા માંગે છે. આ માટે તે કાનૂની સલાહ લેવા માટે આવી હતી. જોકે, યુવતી વતી અત્યાર સુધી કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી. જો ફરિયાદ મળે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બનાવ કઈક એવો છે કે, યુવતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ તેણે પોતાની વ્યથા પોલીસકર્મીઓને જણાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, તે શહેરની એક કોલોનીમાં રહે છે. લગભગ ચાર વર્ષ પહેલા શહેરનો એક યુવાન તેના સંપર્કમાં આવ્યો હતો. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. તેના પરિવારને પણ આ વાતની જાણ હતી. વાતચીત મિત્રતામાં ફેરવાઈ અને ત્યારબાદ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.

ચાર વર્ષ સુધી યુવક કસમ ખાતો રહ્યો હતો કે, તે તેની સાથે તેનું આખું જીવન વિતાવશે અને બંને લગ્ન કરશે. ગર્લફ્રેન્ડનો આરોપ છે કે, થોડા મહિના પહેલા તેણે તેના બોયફ્રેન્ડને લગ્ન કરવાનું કહ્યું હતું. ત્યારથી પ્રેમીનું વર્તન બદલાય ગયું હતું. તેણે તેની દુર રહેવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય પછી જાણવા મળ્યું હતું કે, તેનો પ્રેમી દેશ છોડીને ચાલ્યો ગયો હતો. તે બેલારુસ દેશમાં ગયો હતો. તેણી સતત તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો. એટલા માટે તે પોલીસ પાસે આવી છે, તે જાણવા માટે કે તે પ્રેમી સુધી કેવી રીતે પહોંચી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *