‘JCBના 2000, આઈસરના 1500 અને છોટા હાથીના 1000!’ સુરત ટ્રાફિક પોલીસની ઉઘરાણીનો ઓડિયો થયો વાયરલ

સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર લાંચ(Bribery)ના બનાવો સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર સુરત શહેર પોલીસ(Surat City Police)ના ટ્રાફિક રીજીયન 1 માં જેસીબી(JCB)નો રૂ.2 હજાર, આઈશર ટેમ્પો(Eicher Tempo)નો રૂ.1500 અને છોટા હાથી ટેમ્પો(Small elephant tempo)નો રૂ.1000 નો હપ્તો ચૂકવવો પડે છે. આ બાબતને સાચી સાબિત કરતો ટ્રાફિક શાખાના એસીપી શેખના અંગત રીક્ષાવાળા ભૂરા ઉર્ફે ઘનશ્યામના બે ઓડિયો(Two Audio) વાયરલ થઇ રહ્યા છે. તે ઉઘરાણા અંગે સ્પષ્ટ વાત ઓડિયોમાં કરતા હતા. તેમાં ટીઆરબીનો એક જવાન પણ સંકળાયેલો છે તેવું જણાવી ટેમ્પો, જેસીબીના માલિકોને વ્યવહાર માટેની વાત કરવા માટે એક અલગ નંબર પણ આપવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ, સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલતા બે ઓડિયો વાયરલ થઇ રહ્યા છે. રોજબરોજ ધંધા માટે સુરતના વિવિધ વિસ્તારોમાં એક જ રસ્તા પરથી પસાર થતા કોમર્શીયલ વાહનોના સંચાલકો ટ્રાફિક પોલીસની રોજની ભ્રષ્ટાચારથી બચવા માટે ટ્રાફિક પોલીસને હપ્તાની રકમ ચૂકવવી પડે છે.

કોમર્શીયલ વાહનોને સુરત શહેર પોલીસના રીજીયન 1 માં આવતા ઉધના નવસારી મેઈન રોડ પર રોકડીયા હનુમાન મંદિરથી દક્ષેશ્વર મંદિર સુધીના વિસ્તારમાં અને પુણા કબૂતર સર્કલ, લીંબાયત મહારાણા પ્રતાપ ચોક, દેવધ ગામ, ખરવાસા ગામ, સણીયા ગામ, ઇક્લેરા ગામ વિસ્તારના રસ્તાઓ પર પોલીસની કનડગત વિના જવા માટે એક પોલીસ જવાને ટ્રાફિક શાખાના એસીપી શેખના અંગત રીક્ષાવાળા ભૂરા ઉર્ફે ઘનશ્યામની સાથે જે વાત કરી હતી જેનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઓડિયો સંભાળવા મળે છે કે, પોલીસકર્મી જયારે રીક્ષાવાળા ભૂરાને ફોન કરીને કહે છે કે, તમે હજુ આ વિસ્તારોનું ઉઘરાવો છો ત્યારે ભૂરો શરુ જ છે તેમ જણાવીને મોટા વાહનનું દિપેશ અને નાના વાહનનું હું ઉઘરાણું કરું છું તેમ જણાવ્યું હતું. મકવાણા ભૂરાને પૂછે છે કે, કેટલો હપ્તો ચાલે છે ત્યારે ભૂરો જેસીબીનો રૂ.2 હજાર, આઈશર ટેમ્પોનો રૂ.1500 અને છોટા હાથી ટેમ્પોનો 1000 રૂપિયાનો હપ્તો આપવો પડશે તેમ જણાવ્યું હતું. મકવાણાએ જયારે પૂછ્યું કે, પૈસા કેવી રીતે આપવાના ત્યારે ભૂરોએ રૂબરૂ મળીને વાત કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને વાત કરવા માટે ખાસ નંબર પણ આપ્યો હતો. હાલ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે, આંખ આડા કાન કરીને બેસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *