સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ તરીકે સેવા બજાવતા રંજન ગોગોઈનો કામકાજનો આજે છેલ્લો દિવસ છે. તેઓ 17 નવેમ્બર ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ભારત દેશના ચીફ જસ્ટીસ રૂપે તેમો કાર્યકાળ લગભગ સાડા તેર મહિનાનો રહ્યો. આ દરમિયાન તેમણે કુલ 47 ચુકાદા સંભળાવ્યા હતા. જેમાં કેટલાક ચુકાદા ઐતિહાસિક ચુકાદામાં પણ શામિલ ચુક્યા છે. જેમાં ખાસ કરીને અયોધ્યા મામલો અને ચીફ જસ્ટીસની ઓફિસને આરટીઆઈના દાયરામાં લાવવી.
આખું ભારત રંજન ગોગોઈને હંમેશા આ રીતે યાદ રાખશે.
રંજન ગોગોઈએ ઘણા ઐતિહાસિક નિર્ણયો કરી બતાવ્યા છે. જેમ કે રાફેલ સોદો, સબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતોમાં નેતાઓની તસવીરો પ્રકાશિત કરવા પર પાબંદી જેવા મહત્વના મામલા પર ચુકાદા આપવા માટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને હંમેશા યાદ કરાશે. લાંબા વર્ષોથી વિવાદમાં રહેલો રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસ ઘણો અઘરો હતો. તેમ છતાં તેમણે ઘણો સટીક રીતે ચુકાદો આપ્યો. અને ઘણા લાંબા સમયથી ચાલી રહેલા કેસને પાર પાડી બતાવ્યો.
રંજન ગોગોઈનો અત્યંત પ્રભાવશાળી કાર્યકાળ
સર્વોચ્ચ અદાલત બાર એસોસિએશનના ઉપાધ્યક્ષ અને સિનિયર વકીલ જિતેન્દ્ર શર્માએ જણાવ્યું છે કે ચીફ જસ્ટીસના રૂપમાં રંજન ગોગોઈના નામે સૌથી મોટી ઉપલબ્ધિ અયોધ્યા મામલા પર ચુકાદો છે. તેમનો કાર્યકાળ અત્યંત પ્રભાવશાળી રહ્યો.
ચીફ જસ્ટીસ ગોગોઈના મહત્વના ચુકાદા
અયોધ્યા
ચીફ જસ્ટીસની ઓફિસને આરટીઆઈના દાયરામાં લાવવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.