પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગી હેટ્રિક, આજે ફરી મોંઘુ થયું ઇંધણ- જાણો આજનો નવો ભાવ

પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની મોંઘવારી(Inflation) અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો(Petrol diesel price hike) થયો છે. સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે સવારે નવી કિંમતો જાહેર કરતી વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો કર્યો છે. તાજેતરના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 108.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.37 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

દેશના અન્ય શહેરોની વાત કરીએ તો આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 114.47 રૂપિયા અને ડીઝલ 105.49 રૂપિયા, ચેન્નાઈમાં 105.43 રૂપિયા અને ડીઝલ 101.59 રૂપિયા, કોલકાતામાં 109.12 રૂપિયા અને ડીઝલ 100.49 રૂપિયામાં ઉપલબ્ધ છે.

પેટ્રોલ 7.45 રૂપિયા અને ડીઝલ 8.75 રૂપિયા મોંઘુ થયું છે
ગયા મહિનાની 24 તારીખથી પેટ્રોલ મોંઘુ થઈ રહ્યું છે. 28 સપ્ટેમ્બરે પેટ્રોલ 20 પૈસા મોંઘું થયું હતું, જ્યારે ડીઝલ પણ 25 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. ક્રૂડ ઓઈલના ભાવ 86 ડોલરની પાર પહોંચવાને કારણે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે. એક મહિનામાં પેટ્રોલની કિંમતમાં 7.75 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. 24 સપ્ટેમ્બરથી પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન તે 8.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *