ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન્સનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહ્યું છે. અહિયાં વાત માત્ર સામાન્ય નાગરિકોની જ થઇ રહી છે, કેસરિયા ધારકો માટે આ માત્ર મજાક મસ્તીની જ વાત છે. હાલમાં આ વાતને સાચી સાબિત કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આજરોજ ઈંગરોળા ગામથી ધારી સુધી રોડ બનાવવા માટે ખાતમુર્હત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ તો જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારેથી ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ માટે આ જાણે કઈ જ ન હોય તેમ વર્તી રહ્યા છે. ગમે ત્યારે ગમે તે સમયે ભીડ ભેગી કરીને કાર્યક્રમો કરવા, રેલીઓ કરવી, રાજ્યના લાખો લોકોને કોરોનાના મુખમાં ધકેલવા વગેરે કામો ભાજપના કાર્યકરો અને નેતાઓએ કોરોના સમયમાં ખુબ જ સારી રીતે કાર્ય છે અને હાલ પણ આ કાર્યપ્રણાલી ચાલુ જ છે.
અમરેલીના ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ઈંગોરાળાથી ધારી સુધી ડામર રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિત કેટલાક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. આ સમયે સૌથી મોટો સવાલ એ છે કે, સમાન્ય નાગરિકો જો માસ્ક વગર દેખાય તો સીધા ૧૦૦૦ રૂપિયા ખંખેરી લેવામાં આવે છે ત્યારે આવી પરિસ્થીતીમાં પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે?
મળતી માહિતી અનુસાર, આજે ઇંગોરાળા ગામમાં ડામર રોડનું બનાવવાનું ખાતમુર્હત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, પુર્વ ધારાસભ્ય બાલુબાપા તંતી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સાથે જ જિલ્લા પંચાયત ચેરમેન કાળુભાઇ ફિંડોળીયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જિતુભાઇ જોશી, ખામ્ભા તાલુકા પંચાયત કાંતીલાલ તંતી, ભાજપ અગ્રણી અતુલભાઇ કાનાણી, ખોડાભાઇ ભુવા અને અનિલભાઇ તંતી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આટલું જ નહી પરંતુ ગામના કેટલાય લોકો પણ આ કર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ મહામારીની મોખરું મેદાન પૂરું પડ્યું હતું.
અહિયાં તસવીરોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ખાતમુર્હત કાર્યક્રમમાં કોઈ એ પણ માસ્ક પહેર્યું નોહતું અને ભીડમાં જ એકબીજાને મીઠાઈઓ પણ ખવડાવી હતી. આ એક બનાવ જ નહિ પંરતુ આવા કેટલાય બનાવો સામે આવી રહ્યા છે જેમાં ભાજપ કાર્યકર્તા અને નેતાઓ દ્વારા લોકોના હિતમાં તો નહિ પરંતુ પોતાની ટીઆરપી કરવા અને સોસીયલ મીડિયામાં નજરે ચડવા લોકોના ટોળેટોળા ભેગા કરીને કોરોના મહામારીને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.
આ બાબતે જયારે ત્રિશુલ ન્યુઝ દ્વારા ધારાસભ્યને ટેલીફોનીક વાત કરી ત્યારે તેઓએ પોતાની ભૂલ સ્વીકારવાની સતત ના પાડતા રહ્યા. જયારે ફોટો બાબતે પૂછ્યું તો બોલ્યા કે, અમે થોડાક લોકો જ હતા પણ ફોટો અમે નથી મુક્યા. મતલબ સાફ છે કે જે વી કાકડીયાને આ બાબતે કોઈ જ શરમ હતી નહી. જયારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતે નિવેદન કર્યું છે કે, અમે રીપોર્ટ મંગાવી લઈશું. જયારે સી આર પાટીલે આ બાબતે કહ્યું કે અમે બધાને કહ્યું છે કે અમે નિયમો પાળવાનું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.