મેષ રાશી ભવિષ્ય
તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
વૃષભ રાશી ભવિષ્ય
વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.
મિથુન રાશી ભવિષ્ય
તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.
કર્ક રાશી ભવિષ્ય
પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે
સિંહ રાશી ભવિષ્ય
તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.
કન્યા રાશી ભવિષ્ય
તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.
તુલા રાશી ભવિષ્ય
વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર-ટૅન્શનનું કારણ બની શકે છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે. તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં જ સાર છે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.
વૃશ્ચિક રાશી ભવિષ્ય
તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે.
ધન રાશી ભવિષ્ય
તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રૉજેક્ટને અમલમાં મુકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.
મકર રાશી ભવિષ્ય
તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.
કુંભ રાશી ભવિષ્ય
વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે. તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.
મીન રાશી ભવિષ્ય
મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિન્ક અંગે સાવચેત રહેજો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.