હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં આવી જશો. એક બાળક રસ્તા પર ચાલતી કારમાંથી પડી ગયો હતો. કાર આગળ ચાલી ગઈ અને બાળક રસ્તાની વચ્ચે દોડતો દેખાઈ રહ્યો છે. આગળ જઈને કારમાં બાળકને ન જોતા તેની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયાં હતાં.
થોડી દુર જઈને તેણે કારને રોકી દીધી તે સમયે બાળક ત્યાં જ આવતો હતો. વીડિયોને મુળરૂપથી ધ સને પોસ્ટ કર્યો હતો અને ટ્વિટર યુઝર શિરીન ખાને મંગળવારે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ટ્રાફિલ સિગ્નલની પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી કારો અને વાહનો સાથે ચાલી રહ્યાં છે. અચાનક એક સફેદ એસયુવીનું બુટ ખુલ્લી ગયું અને નાનો છોકરો રસ્તાની વચ્ચે પડ્યો. રસ્તા ઉપર બીજા વાહનો તરત રોકાઈ ગયાં. કારણ કે, બાળક પોતાની કારની તરફ ભાગવા લાગ્યો હતો. સૌભાગ્યથી બાળકને કશું થયું નથી. શિરીન ખાને આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આ કેવી રીતે થઈ શકે છે ?
સીસીટીવી ક્લિપને જોતા જાણવા મળે છે કે, સફેદ એસયુવી કાર થોડી દુર ચાલ્યા બાદ રોકાઈ ગઈ હતી. કારમાંથી બાળકની મા નીકળી અને દોડતા દોડતા બાળકની પાસે પહોંચી ગઈ હતી. તે તરત જ બાળકને ખોળામાં ઉપાડીને તેની કાર તરફ ચાલી ગઈ.
શિરીને આ વીડિયો 16 માર્ચે શેર કર્યો હતો. અત્યારસુધીમાં 20 હજારથી વધારે વખત લોકો દ્વારા આ વિડીયો જોવામાં આવ્યો છે. કોમેન્ટ સેક્શનમાં એક ટ્વિટર યુઝરે આ ઘટના ઉપર પોતાની વાત કહી હતી. તેના પ્રમાણે લોક મૈકેનિઝ્મમાં એક નાનું લીવર હોય છે. તે દબાવીને દરવાજો સરળતાથી ખોલી શકાય છે. દરેક કારમાં આ સિસ્ટમ હોય છે. ચાઈલ્ડ લોક ઓન છે તે સુનિશ્ચિત કરવા માટે તમામ દરવાજાને બંધ કરીને રોકી શકાય છે. આ સમગ્ર ઘટના ચીનમાં બનવા પામી છે.
How can this even happen? pic.twitter.com/WXnWLeYIQY
— Shirin Khan شیرین (@KhanShirin0) March 16, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle