અમદાવાદમાં યુવકે પહેલા મિત્રતા કેળવીને પછી 17 વર્ષની યુવતીને પીંખી નાખી

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પહેલા ઓળખાણ ત્યારબાદ વાતચીત અને છેલ્લે આરોપીએ સગીરાને હવસનો ભોગ બનાવી હતી. કઈ રીતે આરોપીએ પ્રેમની જાળ પાથરીને તરૂણીને પીંખી નાખી હતી. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મહિલા સાથે તેની સગીર દીકરી પણ શાકભાજીના વેચાણ માટે જતી હતી. માતા બપોરના સમયે ઘરે ગઈ હતી. અને યુવતી એકલી જ હતી. આ દરમિયાન આરોપી તૌસીફ ઉર્ફેની નજર સગીરા પર પડી હતી. આ પહેલા સગીરા સાથે ઓળખાણ થઇ હતી. જોકે આ ઓળખાણનો ઉપયોગ આરોપીએ તેની હવસને સંતોષવા માટે કરી હતી.

માતા બપોરના સમયે ઘરે ગઈ હતી. અને યુવતી એકલી જ હતી. સગીરાને એકલી જોઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બીજી વખત પણ આ યુવકે દુષ્કર્મ કર્યું હતું. ગોમતીપુરમાં રહેતી આ સગીરાનો પરિવાર જ્યારે બહારગામ ગયો હતો. સગીરા આ સમય દરમ્યાન મેડિકલ પર દવા લેવા ગઈ હતી. ત્યારે આરોપી તોશીફ રીક્ષા લઈને સગીરા પાસે પહોંચ્યો હતો. આરોપીએ સગીરાને ઘરે મૂકી જશે તેમ કહીને સગીરાને ફોસલાવીને રીક્ષામાં બેસાડીને આવરું જગ્યા એ લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા પછી પીડિતાને ધમકાવી હતી અને કોઇને આ અંગે કાંઇ પણ જાણ નહી કરવા માટે જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘટનાના બીજા દિવસે પીડિતાને પેટમાં દુખતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તરૂણીએ પોતાની માતાને પોતાની સાથે થયેલી ઘટના અંગે જાણ કરી હતી. આમ આરોપીએ પહેલા તો સગીરા સાથે ઓળખાણ બનાવી. 1 વર્ષની ઓળખાણનો લાભ લઈને સગીરા સાથે  દુષ્કર્મ આચર્યું. હાલતો ગોમતીપુર પોલીસે આરોપી તોસીફને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *