અકસ્માત (Accident) ની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. અનેક અકસ્માતના બનાવ સામે આવતા રહે છે. અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો જોવા મળે છે. ઘણી વાર સામે વાળાની ભૂલના કારણે આખે આખું પરિવાર વિખાય જાય છે અને બીજા લોકો પોતાનું જીવન ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.
શુક્રવારે બપોરે બારણના મેલખેડીથી રિકોહ રોડ પર સીએનજી ભરેલા સિલિન્ડર ભરેલી ટ્રકે સામેથી આવી રહેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર યુવકનું મોત થયું હતું. જોરદાર અથડામણને કારણે ટ્રેક્ટર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.
સીએનજી સિલિન્ડરો ભરેલો ટ્રક ટક્કર માર્યા બાદ રોડ પરથી ઉતરી ખેતરમાં પલટી મારી હયો હતો. ત્યાં મોજુદ લોકોએ જણાવ્યું કે, રિકો તરફથી ટ્રેક્ટર-ટ્રોલી આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતો સીએનજી સિલિન્ડર ભરેલો ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને જોરદાર ટક્કર મારી હતી.
सीएनजी से भरे सिलेंडर ले जा रहे ट्रक की टक्कर से ट्रैक्टर-ट्रॉली सवार युवक की मौत pic.twitter.com/5AVLqQ72J2
— Ola Movie (@ola_movie) March 25, 2023
જે બાદ ટ્રક રોડ પરથી ઉતરી ખેતરમાં પલટી ગયો હતો. અથડામણને કારણે ટ્રેક્ટરમાં સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો.
હાલમાં, મૃતકની ઓળખ સ્થાપિત થઈ નથી. પોલીસે મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રક ચાલક ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.