વેપારી પિતા-પુત્રને પઠાણી ઉઘરાણી કરી માર માર્યો, જુઓ એક્ષક્લુઝીવ વિડીયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં વેપારી પિતા-પુત્રને બે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. એમ્બ્રોડરી વર્કના નીકળતા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા બે લોકો આવ્યા…

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં વેપારી પિતા-પુત્રને બે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો. એમ્બ્રોડરી વર્કના નીકળતા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા બે લોકો આવ્યા હતા.આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા બંને ઈસમોએ વેપારી પિતા-પુત્રને માર માર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પિતા-પુત્રએ સીસીટીવી આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, પુણા વિસ્તારમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં ઉધનાના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી રમેશ શંખલા પુત્ર મયંક સાથે અહમ ક્રિએશન નામની દુકાન ચલાવે છે. વેપારી પિતા-પુત્ર મહેશ અને રાજુ નામના ઈસમોનું એમ્બ્રોડરી વર્ક કરે છે. છેલ્લા થોડા મહિનાના એમ્બ્રોડરી વર્કના રૂપિયાની ચૂકવણી બાકી હતી. જેને લઈને 28 ડિસેમ્બરના રોજ મહેશ અને રાજુ અહમ ક્રિએશન ખાતે પહોંચ્યા હતા અને લેવાના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરી હતી. દરમિયાન બંને ઈસમો દુકાનમાં રહેલી સાડીઓ લઈ જવાનો પ્રયાસ કરતા વેપારીએ ટકોર કરી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા બંને ઈસમોએ વેપારીને અપશબ્દો બોલતા વાત મારામારી સુધી પહોંચી હતી.

લોકો ભેગા થઈ જતા હુમલાખોર નાસી છૂટ્યા હતા

બંને ઈસમોએ વેપારીને માર મારવાનું શરૂ કરતા પુત્ર પણ બચાવવા પડ્યો હતો. દરમિયાન દુકાનની બહાર જાહેરમાં આવી વેપારી પિતા-પુત્રને માર માર્યો હતો. જેથી આસપાસથી લોકો એકઠાં થઈ જતા હુમલાખોર બંને ઈસમો ભાગી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી આધારે વેપારી રમેશભાઈએ વરાછા પોલીસ મથકમાં રાજુ અને મહેશ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *