નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC), ઈન્શ્યોરન્સ, PUC,ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટીફિકેટ તાત્કાલિક ના બતાવવા પર તાબડતોડ ચલાણ કરવાની ખબરો આવી રહી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ જો તમે ટ્રાફિક પોલીસની માગ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, PUC, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટિફિકેટ ના બતાવો તો તે ગુનો નથી.
સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ વિનય કુમાર ગર્ગ અને વકીલ રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં જોગવાઈ કરવામાં આવી છે કે વાહન ચાલકને દસ્તાવેજો બતાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે.
ટ્રાફિક પોલીસ તાત્કાલિક તેમનું ચલાણ નથી આપી શકતા. તેનો મતલબ થયો કે જો વાહનચાલક 15 દિવસની અંદર આ દસ્તાવેજોને બતાવવાનો દાવો કરે છે તો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી વાહનનું ચલાણ આપશે નહી. ત્યારબાદ ચાલક 15 દિવસની અંદર આ દસ્તાવેજોને સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાનું રહેશે.
વકીલ શ્રીવાસ્તવે જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ 2019ની કલમ 158 હેઠળ અકસ્માત કે કોઈ વિશેષ કારણમાં આ દસ્તાવેજોને બતાવવાનો સમય 7 દિવસનો હોય છે. તે સિવાય ટ્રાફિકના કાયદાના જાણકાર ડૉ.રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસને RC, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ, PUC તાત્કાલિક ના બતાવવા પર ચલાણ આપે છે તો ચાલકની પાસે કોર્ટમાં તેને રદ કરાવવાનો વિકલ્પ રહે છે.
સીનિયર વકીલ ગર્ગનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે ચલાણ આપે છે તો તેનો મતલબ એ નથી કે ચાલકને ચલાણ ભરવુ જ પડશે, ટ્રાફિક પોલીસનું ચલાણ કોઈ કોર્ટનો આદેશ નથી. તેને કોર્ટમાં પડકારી શકાય છે. જો કોર્ટને લાગે છે કે ચાલક પાસ તમામ દસ્તાવેજ છે અને તેને તે દસ્તાવેજોને રજૂ કરવા માટે 15 દિવસનો સમય નથી આપવામાં આવ્યો તો તે દંડ માફ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.