અવારનવાર સુરતના ટ્રાફિક ને નિયંત્રણ કરવા રસ્તા પર પડેલી ગાડીઓને બદલે પાર્કિંગમાં મુકેલી ગાડીઓ ઉચકતા હોવાના વિડીયો વાઈરલ થતા રહે છે. નિયમ ની ઐસી કી તૈસી કરનારા અને દંડ વસુલવામાં મશગુલ બનેલા અધિકારીઓ ક્યારેક પાર્કિંગ ની જગ્યામાં મુકેલા વાહનો ઉચકી લઇ, કે લોક કરી દઈ દંડ વસુલતા હોય છે. પરંતુ જાગૃકતાના અભાવે નાગરિકો દંડ ભરી દેતા હોય છે.
આવી જ એક ઘટના આજે સરથાણા જકાતનાકા ડીમાર્ટ ના રસ્તા પરના પાર્કિંગમાં બની. જ્યાં ફોર વ્હીલ પાર્ક કરીને કામ અર્થે ડીમાર્ટ માં ગયેલા રામ ધડુકનો આરોપ છે કે ની ગાડીને ટ્રાફિક પોલીસ લોક કરી ગઈ હતી. આ પાર્કિંગ ગેરકાયદે નહોતું છતાં ગાડી લોક કરાતા કાર ચાલક રામ ધડુકએ લોક સાથે લગાવેલ સ્ટીકર પરના નંબર પર ફોન કરીને લોક કરનાર અધિકારીને લોક ખોલી દેવા જણાવેલ.
આ દરમ્યાન ફોન પર વાતચીતમાં અધિકારીએ જણાવેલ કે ટુ વ્હીલ ના પાર્કિંગમાં ફોર વ્હીલ ન મુકાય. ત્યારે રામ ધડુકે દલીલ કરી હતી કે એવું સરકારી GR બતાવો કે, જેમાં લખ્યું હોય કે પાર્કિંગ ની જગ્યામાં ચોક્કસ વાહન જ પાર્ક કરી શકાય. ત્યારે ટ્રાફિક કર્મી દ્વારા કહેવાયું કે, અમે કાઈ કાગળિયાં સાથે લઈને ના ફરીએ. આ બાબતે તકરાર થતા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને PCR બોલાવવામાં આવતા, તેઓ પણ મામલો થાળે પાડવાને બદલે ત્યાંથી નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે સરથાણા ખાતે આવેલ પાર્કિંગ માત્ર ટુ વ્હીલર માટેનું ન હોવા છતાં ફોર વ્હીલ કારને લોક કરાતા રામ ધડુક અને નજરે જોનારા અમુક લોકો રસ્તા પર જ બેસી જઈને ટ્રાફિક પોલીસ ની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. એ વાત જગ જાહેર છે કે વરાછામાં ટ્રાફિક પોલીસ ની બેકાર કામગીરીને કારણે ટ્રાફિકના માણસોને લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…