જો તમે પણ કાર ચલાવો છો તો તમારા માટે આ સમાચાર કામના અને મહત્વના છે. સરકારે ટ્રાફિકને લઈને નવો નિયમ(Traffic New rule) લાગુ કર્યો છે. હવે ટ્રાફિક પોલીસ(Traffic police) બિનજરૂરી રીતે રોકીને તમને હેરાન નહીં કરી શકે કે બિનજરૂરી રીતે તમારું વાહન ચેક કરી શકશે નહીં. આ માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે પોલીસ કમિશનર (CP) હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિક વિભાગને અગાઉથી જ એક પરિપત્ર જારી કરી ચૂક્યા છે. આ પરિપત્ર મુજબ, ‘ટ્રાફિક પોલીસ વાહનોને ચેક કરશે નહીં, ખાસ કરીને જ્યાં નાકાબંધી હશે, તેઓ માત્ર ટ્રાફિક પર નજર રાખશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે કે ટ્રાફિક સામાન્ય રીતે ચાલે. તેઓ વાહન ત્યારે જ રોકી શકશે જ્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.
વાસ્તવમાં, ઘણી વખત એવું બને છે કે ટ્રાફિક પોલીસ શંકાના આધારે વાહનોને ગમે ત્યાં રોકે છે અને તેમના બૂટ અને વાહનની અંદરની બાજુ તપાસવાનું શરૂ કરે છે. જેના કારણે તે રોડ પર વાહનવ્યવહારને અસર થાય છે.
પરિપત્રમાં શું લખ્યું છે?
આ પરિપત્રમાં તમામ ટ્રાફિક પોલીસને રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યો હોવાથી વાહનોનું ચેકિંગ કરવાનું બંધ કરવા જણાવવામાં આવ્યું છે, તેમને ટ્રાફિકની હિલચાલ પર નજર રાખવાને પ્રાથમિકતા આપવા પણ કહેવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમની સામે ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ ચાર્જ વસૂલવામાં આવશે.
ટ્રાફિક પોલીસ તપાસ કરશે નહીં:
ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસકર્મીઓ દ્વારા સંયુક્ત નાકાબંધી દરમિયાન, ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિકના ઉલ્લંઘન પર જ કાર્યવાહી કરશે અને વાહનોની તપાસ કરશે નહીં. જો આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવામાં નહીં આવે તો સંબંધિત ટ્રાફિક ચોકીના સિનિયર ઈન્સ્પેક્ટરને જવાબદાર ગણવામાં આવશે.
ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ટ્રાફિક પોલીસે શંકાના આધારે વાહનોના બુટ ચેક કરવા જોઈએ નહીં અને તેમને રોકવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે અમારા જવાન ટ્રાફિકના ગુનાઓ સામે પહેલાની જેમ જ ચલણ આપવાનું ચાલુ રાખશે અને ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓને રોકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.