ટ્રાફિક સિગ્નલમાં ‘એક્સ્ટ્રા બ્લુ લાઇટ’ થી ઓછું થશે વાયુ પ્રદૂષણ, બે બહેનોએ કર્યો દાવો

દેશમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને લોકો તેમજ સરકારમાં ચિંતાનો વિષય છે. એક તરફ પ્રદૂષણનું જોખમ ન થાય તે માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોથી લઈને એકી…

દેશમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને લોકો તેમજ સરકારમાં ચિંતાનો વિષય છે. એક તરફ પ્રદૂષણનું જોખમ ન થાય તે માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોથી લઈને એકી બેકીની યોજનાઓ લાવી રહી છે. તે જ સમયે, લોકો પણ પ્રદૂષણને કાબૂમાં લાવવા પોતાના પગલા લઈને આવી રહ્યા છે. પ્રદૂષણ સામે લડવા માટે, મુંબઈના ઘાટકોપરની બે બહેનોએ હવાના પ્રદૂષણને રોકવા સાથે બળતણ બચાવવા માટે એક અલગ ઉપાય કર્યો છે, તેઓએ બાકીની સિગ્નલ લાઇટ્સ સાથે વાદળી ટ્રાફિક લાઇટ મુકવાનું સૂચવ્યું હતું. આ લાઈટનું કામ ડ્રાઇવરોને સંદેશ આપવાનું છે કે તેમને સિગ્નલ પર પોતાની ગાડીનું એન્જિન બંધ કરવું પડશે.

આ સૂચન મુંબઇની શિવાની ખોટ અને ઇશા ખોટ દ્વારા કરવામાં આવ્યું છે, જે મુજબ આ પ્રદૂષણ રોકી શકાય છે અને બળતણનુંની બચત થઈ શકે છે. આ વિચાર મુજબ, વાદળી ટ્રાફિક લાઇટ, જે લાલ લાઇટ શરુ થયા પછી 10 સેકંડે ઝબકવાનું શરૂ કરશે અને લાલ લાઇટ બંધ થાય તે પહેલાં 10 સેકંડે ઝબકવું બંધ કરશે. આ સમયગાળા દરમિયાન, ડ્રાઇવરોએ તેમની ગાડીનું એન્જિન બંધ કરવું આવશ્યક બનશે.

શિવાની ખોટે કહ્યું કે, વાયુ પ્રદૂષણ એ એક મહત્વપૂર્ણ વિષય છે અને જીવન માટે ખૂબ જ જોખમી છે. આપણે હવાના પ્રદૂષણને કારણે અનેક મૃત્યુ જોયા છે. તાજેતરના પ્રદૂષણને કારણે દેશની રાજધાનીની સ્થિતિ સૌથી ખરાબ છે. વાદળી લાઈટ આ કલ્પના પ્રદૂષણને કાબૂમાં કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ સિગ્નલ લગાવવા માટે આશરે આઠ હજાર રૂપિયા ખર્ચ થશે.

ઇશા ખોટે કહ્યું કે, અમે લોકોને સલાહ આપી હતી કે, જ્યારે સિગ્નલ લાલ હોય ત્યારે તેઓએ તેમના વાહનોને બંધ કરવા જોઈએ અને ઘણા લોકોએ અત્યાર સુધી આ સૂચનને સકારાત્મક રૂપે અપનાવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે એક નવી લાઈટ રજૂ કરી છે જે વાદળી છે જે તમને એન્જિન બંધ કરાવવાનો સંકેત આપશે. તેમણે કહ્યું કે, આપણી પાસે અત્યારે સિગ્નલ ઉપર ત્રણ લાઇટ છે – લાલ, લીલો અને પીળો અને આપણે તેનાથી ટેવાય ગયા છીએ, તેથી ધીરે ધીરે આપણે આ વાદળી લાઈટથી પણ ટેવાઈ જશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *