જો તમે પણ ઉંચી સોસાયટી કે અથવા ઊંચા બિલ્ડીંગમાં રહો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે આવો જ એક કિસ્સો દિલ્હીને અડીને આવેલા નોઈડામાં સામે આવ્યો છે. જે સમાચાર સાંભળીને રૂવાડા બેઠા થઇ જશે. દરેક વ્યક્તિએ આ ઘટનામાંથી બોધપાઠ લેવાની જરૂર છે. કારણ કે અહીંની બેદરકારીએ એક હસતા પરિવારને માતમમાં ફેરવી નાખ્યો અને એક વર્ષના માસુમ બાળકનું કરુણ મોત થયું.
સત્યેન્દ્ર કસાના ગ્રેટર નોઈડા વેસ્ટ સ્થિત કાસા ગ્રીન-વન હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર 1206 માં તેમના પરિવાર સાથે રહે છે. ગઈકાલે તેના પુત્રનો પહેલો જન્મદિવસ હતો અને તે જ દિવસે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. રિવાન કસાના 12 મા માળે તેના ફ્લેટની બહાર રમી રહ્યો હતો. પછી તે સીડીમાં બનાવેલી રેલિંગની વચ્ચેથી સીધો નીચે પડી ગયો. પરિવાર ધામધૂમથી તેનો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યું હતું. અચાનક બપોરે 3.30 વાગ્યાની આસપાસ એક દુર્ઘટના ઘટી.
બાળકના મૃત્યુ બાદ જ્યાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે, ત્યાં પડોશમાં પણ શોક છે. આ ઘટનાની જાણ થયા બાદ લોકો ખુબ જ ડરી ગયા છે. સોસાયટીના સભ્યોનું કહેવું છે કે, અકસ્માતનું કારણ બિલ્ડરની બેદરકારી છે. લોકોનું કહેવું છે કે તેણે સલામતીના ધોરણોનું ધ્યાન રાખ્યું નથી. આથી બિલ્ડર સામે કાર્યવાહી થવી જોઈએ. જોકે, આ ઘટનામાંથી બોધપાઠ લેતા સમાજના લોકોએ સીડી અને રેલિંગ વચ્ચે જાળી લગાવવાનું શરૂ કર્યું છે.
આ ઘટના પરથી એટલું જરૂર શીખી શકાય કે જો તમે પણ ઊંચા બિલ્ડીંગ પર રહો છો તો તમારા બાળકનું ખાસ ધ્યાન રાખો અને જાળી લગાવી દો જેને કારણે કોઈ દુઃખદ ઘટના ન બને. આ ઘટના પરથી તમારે પણ બોધપાઠ લેવાની જરૂર છે કે, નાના બાળકોને સાચવવા આપણી જવાબદારી છે, નહિતર ખુશીનું વાતાવરણ દુઃખમાં ફેરવાતા જરા પણ સમય લાગતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.