સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ભયંકર અક્સમાતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે અકસ્માત દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
સુરતના ઓલપાડ કીમ રાજ્ય ધોરી માર્ગ પર હદયદ્રાવક અકસ્માતની ઘટના ઘટી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઓલપાડ કીમ રાજ્ય ધોરી માર્ગ પર ભાદોલ ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
સમગ્ર ઘટનામાં બન્યું એવું હતું કે, એક બળદ રોડ પર જઈ રહ્યો હતો અને આ બળદ સાથે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો અને ત્યાર બાદ બાઈક ચાલક રોડ પર પટકાઈ ગયો. તે જ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકે બાઈક ચાલકને જીવતો જ કચડી નાંખ્યો હતો અને એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જેમાં આ સમગ્ર ઘટના દરમિયાન બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલા અન્ય એક યુવક ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક પણે નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.