ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. દીકરીના લગ્ન(Marriage) પ્રસંગમાં શરણાઈઓના સૂર વચ્ચે માતમનો માહોલ છવાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દીકરીની જાન આવી ત્યારે જ પિતાનું હાર્ટએટેક(Heart attack)થી નિધન થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. દીકરીનું કન્યાદાન કરે તે પહેલા જ પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ દિલીપભાઈ હરસુખભાઈ રાણીંગાની દીકરી ખુશ્બુ રાણીંગાના શનિવારના રોજ કાલાવડ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાયા હતા. જો વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ રાત્રે દાંડીયારાસ મહેંદી સહિતની રસમો પૂર્ણ કરી લેવામાં આવી હતી. મહત્વનું છે કે, શનિવારના રોજ સવારે જાન પણ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. લગ્નમાં આવેલા જાનૈયાઓને સવારે બસ સ્ટેશન નજીકની હોટલમાં ઉતારો પણ આપવામાં આવ્યો હતો. જાનૈયાઓને કોઈપણ પ્રકારની અગવડ તો નથી પડી રહી તેને લઈને દિલીપભાઈ ખુદ પોતે હોટલ ખાતે દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે, હોટલ ખાતે પહોંચીને વેવાઈ પક્ષના સભ્યોને મળ્યા હતા તેમજ સૌના હાલચાલ પણ પૂછ્યા હતા. અચાનક જ દિલીપભાઈને ગભરામણ થવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારે વેવાઈ પક્ષ સહિતના મહેમાનો અને દિલીપભાઈના પરિવારજનો દ્વારા દિલીપભાઈને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં દિલીપભાઈનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારેના રોજ સાંજે ચાર વાગ્યે દીકરીના લગ્નના મંગલ ફેરા હોય દીકરીનું કન્યાદાન કરે તે પહેલા જ દિલીપભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આમ, ખુશ્બુનું કન્યાદાન તેના પિતા દિલીપભાઈ કરે તે પહેલા જ તેના પિતાનું નિધન થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલીપભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. ત્યારે ચારેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ગઈકાલ સુધી જે પરિવારમાં હર્ષ અને ખુશીની લાગણીઓ સૌ કોઈના મુખ પર જોવા મળી રહી હતી ત્યાં આજે સૌ કોઈ આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.