વિખરાયેલા મૃતદેહોના લોહીથી લથપથ થયો હાઈવે… ચાર યુવકોને 100 મીટર સુધી ઢસડી ગયું ટ્રેલર- હિંમતવાળા જ જોજો વિડીયો

જયપુર-અજમેર હાઈવે (Jaipur-Ajmer Highway): અકસ્માત (accident) ની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના જયપુર-અજમેર હાઇવે પરથી સામે આવી…

જયપુર-અજમેર હાઈવે (Jaipur-Ajmer Highway): અકસ્માત (accident) ની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના જયપુર-અજમેર હાઇવે પરથી સામે આવી છે. જયપુર અજમેર હાઇવે પર મંગળવારના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યા આસપાસ ખુબજ ભયાનક અકસ્માતમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં છે.

રસ્તાની સાઇડમાં ચાર યુવકો ઊભા હતા તેમને કચડીને એક ટ્રેલર નીકળી ગયું હતું. આ ભયાનક અકસ્માત રાજસ્થાનના દુદુના ગાઝી મોડ પાસે આવેલી સંતોષ હોટલની સામે સર્જાયો હતો. આ અકસ્માત ખુબજ ભયંકર હતો કે ચારેય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકો પડસોલી ગામના રહેવાસી હતા. આ અકસ્માતમાં અમરચંદ માલી (ઉ.વર્ષ 30), સલીમ મન્સૂરી (ઉ.વર્ષ 32), જિતેન્દ્ર (ઉ.વર્ષ 30) અને પવન કુમાર (ઉ.વર્ષ 25)ના કરુણ મોત થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતનો ભોગ બનેલા ચારેય યુવક રસ્તાની સાઇડમાં બાઇક પાર્ક કરીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તે જ સમયે જયપુરથી અજમેર તરફ જઈ રહેલા ટ્રેલરે ચાર યુવકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ટ્રેલરે ચારેય યુવકોને 100 મીટર સુધી ઢસડીને લઈ ગયો હતો.

તેથી હાઇવે પર મૃતદેહના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરચાલક અકસ્માત સ્થળે જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ ટ્રેલરચાલકને શોધી રહી છે. અકસ્માત અંગે પોલીસનું કહેવું છે કે, કદાચ ટ્રેલરચાલક ઊંઘી ગયો હતો, જેને કારણે ટ્રેલર બેકાબૂ બની ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *