પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડી(Jalpaiguri)માં એક ટ્રેન અકસ્માત(Train accident) થયો છે. બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન(Bikaner-Guwahati Express train)ના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તમને જણાવી દઈએ કે ટ્રેનની 4 થી 5 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. આ ઘટના મોયનાગુરી(Moynaguri) પાર કર્યા બાદ બની હતી. આ ટ્રેન પટનાથી ગુવાહાટી જઈ રહી હતી. અલીપુરદ્વાર ડીઆરએમ, એસપી અને ડીએમ તમામ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
રેલ્વેએ રેસ્ક્યુ હેલ્પલાઈન બહાર પાડી:
આટલા મોટા અકસ્માત બાદ રેલ્વેએ ઘાયલોના પરિવારજનો માટે બે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. તમે આ બે નંબરો પર 03612731622, 03612731623 ડાયલ કરીને માહિતી મેળવી શકો છો.
CMએ બચાવના આદેશ આપ્યા:
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોની વહેલી તકે સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે અને બચાવ કામગીરીના આદેશ પણ આપ્યા છે.
ટ્રેન ગુવાહાટી તરફ જઈ રહી હતી:
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન બપોરે 12.30 વાગ્યા સુધીમાં ગુવાહાટી પહોંચવાની હતી, પરંતુ તે પહેલા જ આ મોટી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો રેલવે દ્વારા હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.