ઉપાડ્યા 100, નીકળ્યા 500… સુરતના આ વિસ્તારમાં માંગ્યા કરતા વધુ રૂપિયા દેવા લાગ્યું ATM

અવારનવાર ATM માં ટેકનિકલ ખામી સર્જાતા બેંકને હજારો-લાખો રૂપિયાનો નુકસાન ભોગવવું પડે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. જ્યાં એક ATM…

અવારનવાર ATM માં ટેકનિકલ ખામી સર્જાતા બેંકને હજારો-લાખો રૂપિયાનો નુકસાન ભોગવવું પડે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. જ્યાં એક ATM માંથી 100 ની જગ્યાએ 500 ની નોટો નીકળવા લાગી હતી. લોકોએ ગણતરીના કલાકોમાં જ હજારો રૂપિયા એટીએમ માંથી ઉપાડી લીધા હતા. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા ATM માં ટેકનિકલ ખામી સર્જાતા 60,000 રૂપિયા ઉપડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા બેંક ઓફ બરોડાના ATM માંથી એકાએક પૈસા ઉપાડવા લાગતા મેનેજરો દોડતા થઈ ગયા હતા. વાસ્તવમાં ATM માં ટેકનિકલ ખામી સર્જાતા 20 થી વધુ લોકોએ 60,000 રૂપિયા ઉપાડી લીધાનું બેંક મેનેજરે જણાવ્યું છે.

ATM માં પૈસા ઉપાડવા આવેલા લોકોને માંગેલી રકમ કરતાં વધુ રૂપિયા મળવા લાગ્યા હતા. કહેવાય છે કે, ટેકનિકલ ખામીને કારણે ATM માંથી 100 ની જગ્યાએ 500ની નોટો નીકળવા લાગી હતી. જાણવા મળ્યું છે કે, BOB ના ATM માંથી લગભગ 20 લોકોએ અંદાજે 60,000 રૂપિયા ઉપાડ્યા હતા.

બેંકના અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ATM બંધ કરી દેવાયું હતું અને જે પણ ટેકનિકલ ખરાબી હતી, તે સરખી કરી ફરીથી ATM શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બેંક દ્વારા આ 20 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે આઠ લોકોએ લીધેલા પૈસા પરત કર્યા હતા. જ્યારે ૧૨ લોકોએ કહ્યું કે અમે તો રૂપિયા વાપરી નાખ્યા.

બેંક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવતા કહ્યું કે, જે લોકોએ આ ATM માંથી રૂપિયા ઉપાડ્યા છે, તે સીસીટીવી માં કેદ થઈ ગયા છે. 20 લોકોમાંથી આઠ લોકો દ્વારા રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે લોકો દ્વારા રૂપિયા પરત મળ્યા નથી, તે લોકોને સમજાવવામાં આવશે. છતાં રૂપિયા પરત નહીં કરે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાસ્તવમાં ATM માં 100 ની નોટના રેકમાં 500 ની નોટો મુકાઈ ગઈ હતી. ATM ની અંદર 100, 500 અને 2000 ની નોટો મૂકવા માટે અલગ અલગ રેક એટલે કે બિન આપેલા હોય છે. જાણવા મળ્યું છે કે, ATM માં રૂપિયા મુકતી વખતે ભૂલથી 100 ની નોટ ના રેકમાં 500 ની નોટો અને 500 ની નોટના રેકમા 100 ની નોટો મૂકી હતી. જેના કારણે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *