પત્ની મળવા પિયર ગઈને પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- બંને પરિવારમાં શોકનું વાતાવરણ

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક સમાચાર મળી આવ્યા છે. ઉદવાડા ઓરવાડ(Udvada Orvad) ખાતે તાપી કોમ્પ્લેક્ષ (Tapi Complex)માં ફ્લેટ નંબર 1માં રહેતો રૂદ્રેશ દિનેશભાઈ ઉપાધ્યાય (32) નામના યુવકે કોરોના કાળમાં મુંબઈ(Mumbai) નાલાસોપારા(Nalasopara) ખાતેની નોકરી ગુમાવી દીધી હતી. તે તેની માં અને પત્ની પ્રિયા સાથે ભાડે રહેતો હતો. નોકરી છુટી જવાને કારણે તેની આર્થિક પરિસ્થિતિ નબળી પડી હતી. તેમજ નોકરીની તલાશ કરતો હતો.

આ દરમિયાન તેને વાપીની કંપનીમાં નોકરી મળી હતી પરંતુ કોરોના કાળના લાંબા સમય બાદ નોકરી જલ્દી ન મળતા તેને વધારે આર્થિક કટોકટી સર્જાઈ હતી. જેથી સતત તણાવમાં જીવતો હતો. હાલ તેની પત્ની પિયર મુંબઈ બોરીવલી ખાતે ગઈ ઘરકામ ની નોકરી ચાલુ હતી. આ દરમિયાન ગત શનિવારે રુદ્રેશે તેના ફ્લેટમાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

રુદ્રેશની પત્ની પિયર હોવાને કારણે રુદ્રેશ પારડી શિવ શક્તિ ટાઉનશિપ ખાતે તેના માતા પિતા પાસેથી જમવાનું લાવી જમતો હતો. પરંતુ ગત શનિવારના રોજ રુદ્રેશ જમવાનું લેવા ન આવ્યો હોવાથી તેનો નાનો ભાઈ આશ્વિન ઓરવાડ ખાતે તેના ભાઈને ત્યાં આવ્યો હતો અને દરવાજો ખખડાવ્યો બાદ પણ દરવાજો કોઈએ ખોલ્યો નહોતો. તેથી બારી માંથી જોતા રુદ્રેશ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

તેથી તાત્કાલિક પણે આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા ઓરવાડ CHC ખાતે પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસે કરેલી પૂછપરછ રુદ્રેશ આર્થિક પરિસ્થિતિથી કંટાળી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ આ અહર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *