પંજાબ: હાલમાં થોડા મહિનાઓ પહેલા પંજાબમાં એક ચકચાર મચાવતો બનાવ બન્યો હતો. જેમાં એક યુવતીને છ હજારના કારણે તેનો જીવ ગુમાવ્યો પડ્યો હતો. આ બનાવ પંજાબના જલંધરમાં આવેલા સેન્ટ્રલ ટાઉનના રિયાજપુરાનો છે. જાણવા મળ્યું છે કે, અહીંયા એક વ્યક્તિ જેમનું નામ ગુરદીપ જેઓ નાની કંપની ચલાવતા હતા અને તેમના ઘરે જ તેઓ કામ કરતા હતા.
તેમણે ચાર લોકોને કામદારો તરીકે રાખ્યા હતા અને તેમને દસ વાગ્યાથી છ વાગ્યા સુધીના સમયના મહિને છ હજારના પગારથી રાખ્યા હતા. એક દિવસે કોઈ કારણસર ત્યાં અકસ્માત થયો અને ત્યાંની છત પડી ગઈ હતી. આ ચાર કામદારોમાં રાધિકા અને દીપા એક બાજુએ કામ કરી રહ્યા હતા અને બીજી બાજુએ કર્ણ અને સુનીલ કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન, બપોરના સમયે આ બનાવ બન્યો હતો અને આ કામ કરતા ચારેય લોકો છત નીચે ફસાઈ ગયા હતા. આ છત પડવાનો અવાજ સાંભળીને ત્યાં શેરીમાં રહેતો એક પુનીત નામનો વ્યક્તિ ત્યાં આવ્યો અને જોયું તો ચાર લોકો છત નીચે ફસાયેલા હતા. ત્યારબાદ તેણે તેમની મદદ પણ કરી હતી.
બાદમાં બધા જ લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમાં રાધિકાને બચાવી શકાય નહિ. આ જોઈને તેનો ભાઈ પણ રડી પડ્યો હતો. જવા મળ્યું છે કે, હાલ બીજા ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. આ જોઈને ત્યાંના લોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.