સાચવજો બાપલ્યા..! ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમા હજું પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટિમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકવાની પુરેપુરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વળી કેટલાક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ભાદરવા મહિનાની શરૂઆતથી જ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે જાણે વરસાદની મોસમ પુરજોશમાં ખુલી હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને લઈને અનેક ચેકડેમોમાં નવા નીર આવવા લાગ્યા છે. ભારે વરસાદને કારણે નદી,નાળા, ચેકડેમમાં પાણીની આવક થતા ગુજરાત પરથી જળ સંકટનો ખતરો દૂર થયો છે. કેમ કે વરસાદ પાંછો ખેંચાતા રાજ્યમાં પીવાના પાણીની તંગી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ખેડૂતોને આપવામાં આવતી સિંચાઈના પાણી માટે પણ રોક લગાવી દેવામાં આવી હતી. પરતું સારો વરસાદ પડવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી તો મળ્યું જ છે સાથે ખેડૂતોનો મહામુલો પાક પણ નાશ થતા બચી ગયો છે.

જયારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે હજુ પણ ગુજરાત રાજ્યમાં 35 % વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વડોદરાના પાદરામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડીસા અને દાંતામાં 3.5 ઈંચ વરસાદ, વડગામ અને વિજયનગરમાં 3.5 ઈંચ વરસાદ, પાલનપુર ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ, હળવદા અને દસાડામાં 3 ઈંચ વરસાદ, થરાદમાં 3 ઈંચ વરસાદ તેમજ ખેડબ્રહ્મા સતલાસણામાં 2.5 ઈંચ વરસાદ, ખંભાત અને ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ તથા વડાલી અને વાવમાં 2 ઈંચ વરસાદ તો સાંતલપુર 2 ઈંચ અને સિદ્ધપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *