રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલ ના પક્ષમાં 99 પડ્યા તેમજ વિપક્ષમાં 84 વોટ પડ્યા.રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ ઉપર ચર્ચા થયા બાદ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે વોટિંગ કરવામાં આવ્યું. સદનમાં ચિઠ્ઠી ના માધ્યમથી વોટીંગ કરાવવામાં આવ્યું.
ઘણા સાંસદોએ દિલને કમિટી પાસે મોકલવાની માંગ કરી હતી. પરંતુ વોટિંગ માં સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ સફળ ના થયો. સિલેક્ટ કમિટીમાં બિલને મોકલવા ના પક્ષ માં 84 પડ્યા જ્યારે વિપક્ષમાં 100 વોટ પડ્યા.
આની પહેલા લોકસભામાં ચોમાસા સત્રમાં ગુરુવારે ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્રિપલ તલાક બિલ ઉપર દિવસ આખો ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પસાર થયું.
આ બીલના પક્ષમાં 303 વોટ પડ્યા જ્યારે 82 વોટ વિપક્ષમાં પડ્યા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી ,ટીડીપી અને જેડીયુએ આ બિલનો વિરોધ કર્યો હતો.
તેમ છતાં આજે રાજ્યસભામાં આ બિલ સફળતાપૂર્વક પાસ થઈ ગયું છે.