ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો છે. મોડાસા(Modasa)ના આલમપુર(Alampur) નજીક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાય ગયો હતો.
મળતી માહિતી અનુસાર, કેમિકલ ભરેલા ટેન્કર સાથે જોરદાર ટક્કર થયા પછી ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ગોઝારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં તો એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. ભીષણ આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. બંને બાજુ 10 કિમી લાંબો ટ્રાફિક જામ થય ગયો છે.
ટક્કર એટલી જોરદાર હતી કે, અથડાતાની સાથે જ ભડભડ કરતી આગ સળગી ઉઠી હતી. ત્રિપલ અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. હાલમાં તો 6 લોકોના મોત થયા હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
અકસ્માત અંગેની વધુ જાણકારી પરથી જ સ્પષ્ટ કહી શકાય કે, અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે. હાલમાં તો આ ત્રિપલ અકસ્માતને કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે અને બંને બાજુ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.