છોકરી છે તો શું થયું? હાથમાં સિગરેટ ને અપમાનજનક ભાષામાં ગાયું રાષ્ટ્રગીત- વિડીયો થયો વાયરલ

હાલ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરીઓ રાષ્ટ્રગીતનું ઘોર અપમાન કરતી જોવા મળી રહી છે. બંને બંગાળી યુવતીઓ એક જ…

હાલ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરીઓ રાષ્ટ્રગીતનું ઘોર અપમાન કરતી જોવા મળી રહી છે. બંને બંગાળી યુવતીઓ એક જ સમયે રાષ્ટ્રગીત ગાઈ રહી છે અને સિગારેટ પી રહી છે. આ દરમિયાન તે રાષ્ટ્રગીતની મજાક ઉડાવતી પણ જોવા મળે છે. સાયબર સેલે બેરકપુરમાં બંને યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજેપી નેતાએ વીડિયો અપલોડ કરવા બદલ બે છોકરીઓ વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેમાં તેઓ ધૂમ્રપાન કરતી વખતે ખોટી રીતે રાષ્ટ્રગીત ગાતી હતી. બીજેપી નેતા અનુપમ ભટ્ટાચારીએ આ વીડિયો શેર કરીને બંને યુવતીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે કલકત્તા હાઈકોર્ટના વકીલ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. બેરકપુર પોલીસ કમિશનર આલોક રાજોરિયાએ જણાવ્યું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વિશે જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીઓ સગીર છે કે નહીં તે જાણી શકાયું નથી. કેટલાક અહેવાલો અનુસાર, તે 11મા ધોરણમાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ અને લોકોએ કાર્યવાહીની માંગણી કરી તો યુવતીઓએ ફેસબુક પરથી વીડિયો ડિલીટ કરી દીધો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, વિડિયો ડિલીટ કર્યા પછી મુશ્કેલી અનુભવતા, બંને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ થયા હતા, અને યુવતીઓએ કહ્યું કે આ બધુ તેઓએ મનોરંજન માટે કર્યું છે.

કોઈપણ રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન કરવું પ્રતિબંધિત છે. પ્રતીકોનું અપમાન કરવું એ ભારતીય બંધારણનું અપમાન માનવામાં આવે છે. ઉલ્લંઘન કરનારને કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. રાષ્ટ્રીય સન્માન અધિનિયમ, 1971 ની કલમ 3 માં પ્રદાન કર્યા મુજબ. જે કોઈ જાણીજોઈને રાષ્ટ્રગીત ગાવાનું અટકાવે છે અથવા રાષ્ટ્રગીત વગાડતી વખતે કોઈ ખલેલ પહોંચાડે છે અથવા અનાદર કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *