ગુજરાત(Gujarat): માત્ર ચાર મિનિટની અંદર જ પતિ, પુત્ર અને પુત્રવધૂના છરીથી ગળાં કપાયા હોવાની ઘટના સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના વઢવાણ(Wadhwan) તાલુકાના ફૂલગ્રામ(Fulgram)માંની સામે આવ્યા સમગ્ર રાજ્યમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે, પતિ, પુત્ર અને પુત્રવધૂને ગુમાવનાર શાંતિબેન મેમકિયાનું કરુણ આક્રંદને કારણે હજુ પણ આખા ગામને હચમચાવી રહ્યું છે. નોધારા બનેલાં 10 અને 7 વર્ષનાં માસૂમની આંખમાંથી આંસુ રોકાઈ રહ્યા નથી અને આ સંતાનો પિતાની તસવીર જોઈને સતત રડ્યાં રાખે છે. માત્ર થોડીક જ ક્ષણોમાં એક પરિવારની જિંદગી વેરવિખેર થઈ જવા પામી છે.
તમે ફિલ્મોમાં પણ ન જોયો હોય એવો ખૂની ખેલ ગુજરાતમાં ઘટતા સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં ખૂની ખેલ ખેલાયો હતો. ગયા સોમવારના રોજ ફૂલગ્રામમાં માત્ર ચાર મિનિટનીં અંદર જ ત્રણ-ત્રણ લોકોના શરીરને લાશ બનાવી દીધા હતા, જેમાં એક શખ્સ દ્વારા દાંતણ કાપવા માટે ઘરમાં રાખવામાં આવેલ ધારદાર છરી વડે ઘરની સામે જ રહેતાં પિતા-પુત્ર અને પુત્રવધૂનાં ગળાના ભાગે છરીના દર્દનાક ઘા ઝીંકી પતાવી દીધા હતા. ગામમાં લોહીની નદીઓ વહાવી આરોપી ભાગીને ઘરમાં પોપટની જેમ પુરાઈ ગયો હતો, પોલીસની ખુબ મહેનત બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં, હત્યાનું કારણ જાણી ગામના લોકો જ નહીં, પોલીસ પણ હચમચી ગઈ હતી.
જણાવી દઈએ કે, ફૂલગ્રામ ગામમાં હમીરભાઇ કેહરભાઈ મેમકિયા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને તેમનો મોટો દીકરો ધર્મેશ મેમકિયા લીંબડી એસટી વિભાગમાં ડ્રાઇવરની ફરજ બજાવતો હતો. ધર્મેશભાઈ તેમનાં પત્ની દક્ષાબેન અને દીકરી ધ્રુવાંશી અને પુત્ર સાહિલ સાથે ખુશીથી જિંદગી જીવતાં હતાં.
એસટીની નોકરીમાં રજા હોવાને કારણે ત્યારે ધર્મેશભાઈ અને તેમનાં પત્ની પોતાની વાડીએ જઇને કામ કરતાં હતાં. ગયા સોમવારના રોજ રજા હોવાને કારણે દીકરો ધર્મેશ મેમકિયા તેમનાં પત્ની સાથે વાડીએ કામ કરવા માટે ગયો હતો, પરંતુ ધર્મેશને ક્યાંય ખબર હતી કે આ રજાનો દિવસ તેની જિંદગીનો આખરી દિવસ સાબિત થશે. તેને ક્યાં ખબર હતી કે વાડીએથી કામ કરીને ઘરે આવ્યા ત્યારે મોત તેની રાહ જોઇને બેઠું છે.
જો વાત કરવામાં આવે તો બીજી બાજુ, ઘરના મોભી હમીરભઈ મેમકીયા ઘરની બહાર બેઠા હતા. બપોરનો સમય હોવાને કારણે ગામમાં ઠીકઠાક ચહલપહલ હતી. બરોબર આ જ સમય દરમિયાન ઘરની સામે જ રહેતો અગરસંગ ઉર્ફે અગો માત્રાણીયા છરી લઈને સામે ધસી આવ્યો હતો. હમીરભાઈ હજી તો કંઈ સમજે કે જાણે તે પહેલા જ અમરસંગે તેમના ગળા પર બેરહેમીથી છરી ફેરવી ગળું ચીરી નાખ્યું હતું. લોહી નીતરતા હમીરભાઈ નીચે પડી ગયા હતા. બરોબર આ જ સમયે વાડીએ પત્ની દક્ષા સાથે ગયેલા દીકરા ધર્મેશે ઘરના દરવાજે ગાડી ઉભી રાખી. લોહી નીતરતી છરી સાથે અમરસંગની નજર તેની સામે પડી અને ધર્મેશ-દક્ષાબેન હજી બાઈક પરથી નીચે ઉતરે અને કંઈ સમજે કે જાણે એ પહેલા જ અમરસંગ તેમના પર ધસી આવ્યો હતો. તેણે ગણતરીની સેકેન્ડમાં જ એક બાદ એક બંનેના ગળા પર ક્રૂરતાપૂર્વક છરી ફેરવી દીધી હતી. એક સાથે ત્રણ-ત્રણ લોકોની હિચકારી હત્યાથી આખા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
જણાવી દઈએ કે, આરોપી અમરસંગ એક બાદ એક હત્યા કરતો જતો હતો. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો. થોડી જ મિનિટોમાં બની ગયેલા હત્યાકાંડથી બધા ડરી ગયા હતા અને આરોપી ભાગીને તેના ઘરમાં પુરાઈ ગયો હતો. થોડીવાર બાદ આજુબાજુમાંથી લોકો આવ્યા અને આરોપીને તેના જ ઘરમાં પુરી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગે થોડીવાર પછી જાણ કરતાં સાયલા પોલીસની ટીમ તાત્કાલિક જ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે દરવાજો ખોલવા માટે આરોપીને ઘણો સમજાવ્યો હતો પણ તે દરવાજો ખોલવા તૈયાર જ નહોતો. આથી પોલીસ ટીમ તૈયારી સાથે દિવાલ કુદીને તેના ઘર પર ચડી ગઈ હતી. પોલીસ દ્વારા અંદર ડોકિયું કરવામાં આવ્યું અને જોવામાં આવ્યું તો આરોપી અમરસંગ લોહીલુહાણ હાલતમાં ઘરના પગથિયે બેઠો હતો. પોલીસે આરોપીને જણાવતા કહ્યુ કે ‘હવે અમે આવી ગયા છીએ. તને કંઇ નહી થાય. છરી નાખી દે અને અમારી સાથે ચાલ.’ આથી આરોપીએ છરી ફેંકી દીધી હતી અને પોલીસ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો.
જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસાઈ રાજદીપસિંહ જાડેજાએ જણાવતા કહ્યું હતું કે, આને હું આવેશ કે આરોપીના ગુસ્સા તરીકે જસ્ટીફાય ન કરી શકું. પરંતુ ઘટના બની ગઈ છે. તેણે ત્રણ-ત્રણને થોડાક જ સમયમાં મારી નાખ્યાં એ સત્ય હકીકત છે. પોલીસે વધુમાં ધડાકો કરતા કહ્યું હતું કે, ગટર જેવી સામાન્ય બાબતે તકરાર થઈ અને ત્રણેયની હત્યાની ઘટના બની એ પણ એક સત્ય હકીકત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આરોપી 10 ફેબ્રુઆરી સાંજના 4.30 વાગ્યા સુધી ત્રણ દિવસના રીમાન્ડ ઉપર છે. આરોપી પાસેથી જ આ હત્યામાં વપરાયેલી છરી પણ પોલીસ દ્વારા કબ્જે કરી લેવામાં આવી છે અને FSLમાં મોકલી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.