અવારનવાર માર્ગ અકસ્માત સર્જાતાં હોય છે. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર અકસ્માત એટલાં ભયંકર હોય છે કે, અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજકોટ શહેરમાં પણ અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે.
છેલ્લા ઘણાં દિવસોથી રાજકોટમાં અકસ્માતોની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારમાં રાજકોટ જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે કાર તથા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. 150 ફૂટ રિંગરોડથી રાજકોટ હાઇવે બાજુ જઈ રહેલ ટ્રક સાથે બે કાર ધડાકાભેર અથડાઈ હતી.
ઈન્ડેન ગેસના ટ્રક સાથે એકસાથે 2 કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ઇજાગ્રસ્ત કુલ 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજકોટ જામનગર હાઇવે પર મુખ્ય ચાર રસ્તા નજીક વહેલી સવારમા ટ્રકે રાજકોટ જવાના માર્ગ પર વળાંક લેતાં સૌપ્રથમ સફેદ કલરની વેગનાર કાર ટ્રક સાથે અથડાઇ હતી. જોતજોતામાં તેની પાછળ આવી રહેલ ગ્રે કલરની i20 કાર અથડાઈ હતી.
ઈન્ડેન ગેસ કંપનીની ટ્રક વેગનાર કાર એમ ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જો કે, ટ્રકને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું પણ બંને કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આની સાથે જ બંને કાર ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેને કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle