અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન- ટ્રકચાલકે બાઈક ચાલકને અડફેટે લઇ 20 મીટર સુધી ઢસડ્યા, ઘટના સ્થળે જ મોત

અમદાવાદ(Ahmedabad): દિન પ્રતિદિન અકસ્માત (Accident)ની ઘટનાઓ વધતી જ જાય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આજે સવારે નરોડા દાસ્તાન સર્કલ(Naroda Dastan Circle) પાસે ટ્રકચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ નારોલ સર્કલ પાસે પણ અકસ્માત થયો હતો. જેમાં પૌત્રો સાથે સાઇકલ લેવા નીકળેલા દાદાને અડફેટે લેતા તેમનું પણ મોત થયું હતું.

ટ્રક ચાલક ફરાર થઈ ગયો:
મળતી માહિતી અનુસાર, એસપી રિંગ રોડ પર સવારના સમયે ભરપૂર ટ્રાફિક હોય છે, ત્યારે નરોડા દાસ્તાન સર્કલ પાસે ટ્રક ચાલકે જયદેવ ગઢવી નામના બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ટ્રક ચાલકે યુવકને 20 મીટર ઢસડ્યો હતો. આ અકસ્માતની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આઇસરે અડફેટે લેતા પૌત્ર માટે સાઇકલ લેવા જતા દાદાનું મોત:
આ સિવાય વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મંગળવારે સાંજે નારોલ સર્કલ પાસે ત્રણ પૌત્રો સાથે દાદા સાઇકલ લેવા નીકળ્યા હતા. દરમિયાનમાં એક આઇસર ચાલકે દાદા અને ત્રણેય પૌત્રોને અડફેટે લીધાં હતાં. જેમાં દાદાને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયુ હતું. ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *