અરે બાપ રે..!! ટ્રક અને ટ્રેન વચ્ચે થયો જોરદાર અકસ્માત- સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને બે ઘડી માટે તમારો શ્વાસ રોકાઈ જશે.

હવે તમે જ કહો કે, જો કોઇ ટ્રેન ટ્રકને ટક્કર મારી દે તો તેના કેવા હાલ થશે? આ પ્રકારના દ્રશ્યો તમે ફિલ્મોમાં જોયા હશે, પરંતુ તાજેતરમાં જ આવું એક દ્રશ્ય જોવા મળ્યું છે જેનો સોશિયલ મીડિયા પર આ પ્રકારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના અમેરિકાના ટેક્સાસ શહેર સેન્ટ એન્ટોનિયાનો છે. અહીં એક ટ્રેને ટ્રકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના રવિવારના રોજ બપોરે બની હતી. આ ઘટના દરમિયાન આ ટ્રક હાઇવે 183 પર બનેલા રેલવે ટ્રેક પર રોકાઈ ગયું હતુ. આ સમય દરમિયાન ટ્રેન પાછળથી આવી રહી હતી ટ્રેનની ઝડપ ખૂબ જ વધારે હતી અને તે ટ્રક સાથે અથડાઈ હતી. જેને લીધે ખતરનાક અકસ્માત બન્યો હતો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, કેવી રીતે ટ્રેન પુર ઝડપે આવી રહી છે અને તે ટ્રકની પાછળની સાઈડને ટક્કર મારે છે અને અકસ્માત બને છે. તેમાં તમે ટક્કરનો આગળનો વીડિયો જોઈ શકો છો. ટ્રકની પાછળ વિન્ડ ટર્બાઇન બ્લેડ મૂકવામાં આવ્યા હતા. ટ્રેન તેની સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર અને ખતરનાક હતી કે ટ્રક પલટી ગયો હતો. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *