હાલમાં ઈરાનમાં ટ્રમ્પ નો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ટ્રમ્પ ચર્ચાનો વિષય બન્યા છે. ફોકસ ન્યુઝના એક પૂર્વ પત્રકારે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ન હતા ત્યારે તેમણે મને ફોન કરીને ટ્રમ્પ ટાવર સ્થિત તેમની ઓફિસે આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે મને કિસ કરવાની પણ વાત કરી હતી. એક પત્રકાર હોવા ઉપરાંત એક સમયે ટ્રમ્પની માનીતી ટીવી એન્કર એવી કર્ટની ફ્રેલે આ દાવો કર્યો હતો. ટ્રમ્પના પ્રિય ટીવી શો ‘ફોકસ એન્ડ ફ્રેન્ડ્ઝ’ની એન્કરે પોતાના પુસ્તકમાં જુની યાદો લોકો સાથે શેર કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે મને ફોકસમાં સૌથી હોટ ગણાવી હતી. પુસ્તકના અંશોમાં કર્ટનીએ કહ્યું હતું કે, ‘જ્યારે ટ્રમ્પના મિસ યુનિવર્સ સ્પર્ધામાં મેં જજ બનવા ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તેમણે મને પોતાની ઓફિસે થોડા સમય માટે આવવા આમંત્રણ આપ્યુ હતું. ‘
જો કે ટ્રમ્પે તમામ આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ 2016માં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં સામેલ હોવાથી 2005માં એક જુની ઓડિયો ટેપ જારી કરી હતી જેમાં તેમણે આ બાબતો અંગે માફી માગી હતી.તેમણે તમામ મહિલાઓને ચુપ રહેવા કહ્યું હતું. પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે તમામને નાણાકીય વળતર પણ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ અનેક યુવતીઓ અને મહિલાઓએ તેમની સાથે ખરાબ વ્યવહારના આક્ષેપો કરી ચૂકી છે. જો કે ટ્રમ્પે તમામ આરોપોને ફગાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.