અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા લાખોમાં છે તેમજ હજારોની સંખ્યામાં મોત થયા છે. કોરોના વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા વ્હાઇટ હાઉસમાં પણ પહોંચી ગયો છે. બ્રિટનના પ્રધાનમંત્રી પોતે કોરોનાનો ભોગ બની ચુક્યા હતા. અને સ્વસ્થ પણ થઇ ચુક્યા છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે મહાસત્તાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હજી સુધી કોરોનાનો ભોગ કેમ નહીં બન્યા હોય? કોરોનાથી બચવા તેઓ કેવી સાવચેતી રાખતા હશે? કોરોનાથી બચવા ટ્રેમ્પ જે દવા લઇ રહ્યા છે તેનો તેમને ખુલાસો કર્યો છે.
હાઇડ્રોક્સીક્લોરોક્વીન એ કયારેક કોરોના વાયરસની સારવાર માટે કારગર બતાવનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ એ કહીને બધાને હેરાન કરી દીધા કે તેઓ ખુદ તેનું સેવન કરી રહ્યા છે. તેઓ ત્યારે તેનું સેવન કરી રહ્યા છે જ્યારે ત્યાંના સરકારી નિષ્ણાતોનું માનવું છે કે આ એન્ટી મેલેરિયા મેડિસિન કોવિડ19 બીમારીની વિરૂદ્ધ લડી શકે તેમ નથી. ટ્રમ્પે આ દવાને લઇ મોટો દાવો કર્યો હતો અને એટલે સુધી કે ભારત પાસેથી તેનો મોટો જથ્થો મંગાવ્યો હતો જો કે તેનું સૌથી મોટું ઉત્પાદક છે.
ટ્રમ્પે સાથો સાથ કહ્યું કે તેમનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમાં તેના કોઇ લક્ષણ નથી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ દોઢ સપ્તાહથી આ દવા લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે હું દરરોજ આ દવા લઉં છું. આ દવા ઝિંકમાંથી બનેલી છે. ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે આ સારી છે. મેં આ અંગે ઘણી બધી સારી વાતો સાંભળી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાઇડ્રોક્લોરોક્વીનના પ્રમોશનમાં ઘણો રસ લઇ રહ્યા હતા જ્યારે તેમની પોતાની સરકારના નિયામકોએ તેના ઉપયોગને લઇ ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે તમને એ જાણીને નવાઇ લાગશે કે કેટલાં લોકો તેને લઇ રહ્યા છે. ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર્સ. કેટલાંય ફ્રન્ટલાઇન વર્કર્સ તેને લઇ રહ્યા છે. હું પણ તેને લઇ રહ્યો છું. હું હાઇડ્રોક્સીક્લોરોક્વીન હજુ પણ લઇ રહ્યો છું. થોડાંક સપ્તાહ પહેલાં મેં તેને લેવાનું શરૂ કર્યું હતું. ટ્રમ્પનું એવા સમયે નિવેદન આવ્યું છે જ્યારે અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોનો આંકડો 90000ને પાર કરી ગયો છે અને 14 લાખ વસતી તેની ઝપટમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news